કમલનાથ સરકારમાં વંદેમાતરમ ગાવા પર રોક લગાવાઈ : ભાજપા

540

ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ મધ્યપ્રદેશમાં બનેલી કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો છે. ભાજપા તરફથી કહેવામાં આવ્યું છે કે, કમલનાથ સરકારના રાજમાં સરકારી કર્મચારીઓને વંદેમાતરમ ગાવા પર રોક લગાવી દેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, પહેલા કામકાજના દિવસોમાં ભોપાલ સ્થિત મંત્રાલયમાં થતું વંદેમાતરમ એક જાન્યુઆરીએ નથી થયું.

ભાજપા સરકારમાં મંત્રી રહેલા ઉમા શંકર ગુપ્તાએ કહ્યું કે, જે વંદેમાતરમને લઈ આઝાદીની લડાઈ લડવામાં આવી હતી, તેને કોંગ્રેસ અવગણી રહી છે, આના પરથી તેની માનસિકતા મસજી લો. કામતાનાથ જીના દર્શન કરવાથી લઈ જનેઉ પહેરી જનતા સામે દેખાડો કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ થઈ રહી છે. સૂર્યનમસ્કારને દુનિયા અપનાવી રહી છે. આ યોગ છે. તેના પર પાબંધી લગાવી રહ્યા છે. મકારાત્મક ભાવનાઓથી રાજનૈતિક વિદ્વેષની શરૂઆત કરી કોંગ્રેસ પોતાના પગ પર જ કુલ્હાડી મારી રહી છે.

જોકે, ભાજપા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર રાજ્ય સરકારનું કહેવું છે કે, વંદે માતરમ પર પાબંધી લગાવવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

Previous articleપ્રો કબડ્ડી લીગઃ બેંગલુરૂ બુલ્સનો ગુજરાતને ૪૧-૨૯થી હરાવી ફાઇનલમાં પ્રવેશ
Next articleજો અમેરિકા પ્રતિબંધો નહીં હટાવે તો અમે શાંતિનો માર્ગ છોડીશું : કિમ જોંગ