જામનગર આઈબીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરના ભાવનગર સ્થિત મકાનને નિશાન બનાવી તસ્કરો ચાંદીની વસ્તુઓની ચોરી કરી નાસી છુટયા હતાં.
મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મહાવીરનગર સોસાયટી શેરી નં. ૩માં રહેતા અને હાલ જામનગર પોલીસ બેડામાં આઈબી વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ કિરીટસિંહ ગોહિલના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા-નકુચા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટમાંથી ચાંદીના ઘરેણાની ચોરી કરી નાસી છુટયા હતાં. આ બનાવની જાણ થતાં જ એ.ડીવીઝન પોલીસેનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. તસ્કરો રૂા. ૧૪ હજારનીક િંમતની ચાંદીના ઘરેણા ચોરી કરી ગયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
















