ભાવનગર મહાપાલિકા દ્વારા કંસારા નાળા શુધ્ધીકરણ અભિયાન અંતર્ગત આજે લીલાસર્કલ નજીકના નાળામાં જેસીબી વડે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. અને કચરાનો નિકાલ કરાયો હતો. દરમ્યાન સફાઈ કરી રહેલું એક જેસીબી મશીન કાદવમાં ખુચી જવા પામ્યું હતું. જયારે તેને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવાઈ હતી.















