વલભીપુરના દરેડ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એકની ધરપકડ

924

વલભીપુરના પો.કોન્સ. ભગવાનભાઈ વી. સાંબડને મળેલ બાતમી આધારે પી.એમ. રાયજાદા, ભગવાનભાઈ સાંબડ, અમિતભાઈ મકવાણા, રાજવીરસિંહ જાડેજા મયુરસિંહ ગોહિલ, ટી.એસ. રીઝવી સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે બાતમી હક્કિત આધારે દરેડ ગામની સીમમાં આવેલ જાદવભાઈ હીરાભાઈ નાયાણીની વાડીમાં ઈંગ્લીશ દારૂ રાખી નિંગાળા ગામે સપ્લાય કરતા હોવાની હક્કિત આધારે તપાસ કરતા જાદવભાઈ હીરાભાઈ નાયાણી રહે. દરેડ તા. વલભીપુર વાળો હાજર મળી આવતા તેની વાડીમાં રાખેલ ઈંગ્લીશ દારૂ બોટ નં. ૧૩૭ કિ.રૂા. ૪૧,૧૦૦/- તથા મોબાઈલ ફોન કિ.રૂા. પ૦૦/- મળી કુલ રૂા. ૪૧,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ અન્ય બે આરોપીઓ ક્રિપાલસિંહ ભગુભા વાળા તથા હરૂભા ભરતસિંહ વાળા રહે બન્ને નિંગાળા વાળા દારૂ મુકી ગયેલ હોય ત્રણેય વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી કરી તપાસ ટી.એસ.રીઝવી વલ્લભીપુર પો.સ્ટે. ચલાવી રહ્યા છે.

Previous articleજિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ર.૦૪ કરોડની સહાયના ચેક અપાયા
Next articleગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનું ઉદ્દઘાટન