કંગના પોતે નિર્દેશન કરીને પોતે ભૂમિકા કરશે : રિપોર્ટ

612

કંગના રાણાવત બોલિવુડમાં સૌથી સાહસી અને બોલ્ડ અભિનેત્રી પૈકી એક તરીકે છે. કોઇની બાબતમાં તે સ્પષ્ટ નિવેદન અને પ્રતિક્રિયા આપવા માટે જાણીતી રહી છે. આ જ કારણસર નિર્માતા અને નિર્દેશકો તેને પોતાની ફિલ્મમાં લેવા માટે ખચકાટ અનુભવ કરે છે. હવે તે પોતે નિર્દેશન કરીને એક્ટિગ કરવાની દિશામાં આગળ વધી રહીછે. જો કે હાલમાં તે મણિકર્ણિકા પર ધ્યાન આપી રહી છે.  તે ટુંક સમય બાદ અન્ય કોઇ ફિલ્મ નિર્માતા નિર્દેશક સાથે કામ કરશે નહી. થોડાક મહિના પહેલા કંગના રાણાવતે જાહેરાત કરી હતી કે તે  ફિલ્મ નિર્દેશનની શરૂઆત કરશે.   કંગનાએ એમ પણ કહ્યુ છે કે મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી બાદ બીજા નિર્દેશકોની ફિલ્મોમાં એક્ટિંગ કરનાર નથી. તે માત્ર પોતાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં જ કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મમાં તે કેટલીક યાદગાર રોલ કરવા માટં ઇચ્છુક છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કંગના પોતાના આ નિર્ણયને બદલી શકે છે. કંગના બોલિવુડમાં ક્વીન તરીકે ઉભરી ચુકી છે. તેની ગણતરી બોલિવુડમાં એક શાનદાર અભિનેત્રી તરીકે થઇ રહી છે. કંગના રાણાવત બોલિવુડમાં સૌથી શક્તિશાળી અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. કંગના રાણાવત હાલમાં રિતિક રોશન સાથે તેના સંબંધના કારણે ચર્ચામાં રહી હતી. કંગના રાણાવત બોલિવુડમાં બોલ્ડ એન્ડ બ્યુટિફુલ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગે તમામ જુદા જુદા વિષય પર પોતાની પ્રતિક્રિયા પણ આપતી રહી છે. હવે નિર્માતા નિર્દેશક મુદ્દે વાત કરી નવી ચર્ચા જગાવી છે. તેની રાની લક્ષ્મીબાઇની લાઇફ પર આધારિત ફિલ્મમાં રાનીની ભૂમિકા અદા કરી રહી છે. આ ફિલ્મ હવે રજૂઆતની તૈયારીમાં છે. તે પ્રમોશનને લઇને પણ કમર કસી ચુકી છે. કંગના આશાવાદી પણ છે.