વલ્લભીપુર આંતર કે.વ. શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

608

તા.૬ને રવિવારના રોજ વલ્લભીપુરના ખાળાવડ મેદાનમાં વલ્લભીપુર આંતર કે.વ. શાળા પ્રાથમિક શિક્ષણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમે ભાગ લીધેલ. ફાઈનલ મુકાબલો કે.વ.-૧ વલ્લભીપુર અને મુળધરાઈ કે.વ. વચ્ચે રસાકસી સાથે થયો. મુળધરાઈ કે.વ.એ ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરેલ. વલ્લભીપુર કે.વ.૧ બેટીંગ કરતા દસ ઓવરમાં ૧૦ર રન બનાવેલ. મુળધરાઈ કે.વ. લક્ષ્યની પીછો કરતા ૯૮ રન બનાવી શકી. આમ કે.વ.૧ વલ્લભીપુર ચેમ્પિયન બનેલ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ભીખુભાઈ વેગડ-તા.પ્રા.શિ. સંઘ-પ્રમુખ ગોપાલભાઈ મકવાણા, ટીપીઈઓ યોગેન્દ્રસિંહ ગોહિલ, મહાવિરસિંહ ઘેલડા, અનિલભાઈ બી.આર.સી. ચેમ્પિયન ટીમના કેપ્ટન રાજેન્દ્રસિંહ સોલંકીએ ભારે જહેમત ઉઠાવેલ. ટુર્નામેન્ટમાં મધુકરભાઈ ઓઝા-પ્રમુખ ભાવ.જિ.શિ. સંઘ ધર્મેન્દ્રસિંહ, ધનેશભાઈ ગમારા, રાજેશભાઈ સુતરીયાએ પ્રોત્સાહન પુરૂ પાડેલ.

Previous articleશિક્ષણપ્રેમી દાતા પરિવારો દ્વારા વિવિધ શાળાઓમાં સાધનો અપાયા
Next articleધાતરવડી (ર) ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોની મુરજાતી મોલાતને જીવતદાન