રાણપુર પંથકના લોકોને હવે પાણી માટે વલખા નહી મારવા પડે

840

બોટાદ જીલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના ગામડાઓમાં વર્ષોથી પાણી ની સમસ્યા હતી રાણપુર પંથકના લોકો પીવાના પાણી માટે રજળપાટ કરતા હતા તંત્ર ને વારંવાર રજુઆત પણ કરવામાં આવતી હતી રાણપુર શહેર વસ્તી ૨૫ હજારની હોય છતા પણ અત્યારે દસ દિવસે માંડ માંડ પીવાનુ પાણી મળે છે અગાઉ પણ રાણપુર ને પીવાનુ ચોખ્ખુ પાણી મળે તે માટે પાણી પુરવઠા મંત્રીને અનેકવાર રજુઆતો કરવામાં આવતી હતી સુખભાદર ડેમ માંથી પાણી રાણપુર પહોચે એ પહેલા વચ્ચે ના ગામવાળા પાણી લઈ લેતા પરિણામે રાણપુરના લોકો પાણી વગરના રહેતા વર્ષોથી સરકાર પાસે માંગણી હતી કે રાણપુરની જનતા ને પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી મળી રહે તે માટે કોઈ સારી યોજના લાવવામાં આવે ત્યારે બરવાળા  પાણી પુરવઠા બોર્ડ દ્વારા સરકાર માં સદર કરવામાં આવેલ દરખાસ્ત પ્રમાણે નવનિયુક્ત પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાણપુર શહેર અને રાણપુર તાલુકાના ગામડાઓના પીવાના પાણી પ્રશ્રનો હલ કરવા સુખભાદર ડેમ આધારીત રાણપુર શહેર અને રાણપુર તાલુકાના ગામડા જેમાં ઉમરાળા, અલમપુર,  રાજપરા, બુબાવાવ સહીતના ૩૧ ગામો માટે સરકાર દ્વારા રૂ.૯૬.૬૧ કરોડની રાણપુર પાણીપુરવઠા યોજના મંજુર કરવામાં આવેલ છે રાણપુર તાલુકાની વર્ષો જુની માંગણી પાણીપુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા આ માંગણી પુરી કરતા રાણપુર પંથકના લોકોમાં આનંદ પ્રસરી ગયો છે. આ અંગે બરવાળા પાણીપુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે પાણીપુરવઠા મંત્રી કુંવજીભાઈ બાવળીયા દ્વારા રાણપુર પંથક માટે રૂપિયા ૯૬.૬૧ કરોડની પોવાના પાણી માટે ફાળવવામાં આવ્યા છે આ યોજનામાં વૈકલ્પીક સ્તોત તરીકે નર્મદા બલ્ક પાઈપલાઈન દ્વારા પણ પાણી પહોચાડવામાં આવશે આ યોજના માં ઉમરાળા ગામ પાસે મુખ્ય હેડલકેસ બનાવવામાં આવશે જ્યા ફીલ્ટર પ્લાન્ટ તેમજ ઉંચી ટાંકી બનાવવામાં આવશે તેમજ રાણપુર શહેરમાટે ઉમરાળા હેડ વર્કસથી સ્પેસ્યલ અલગથી નવી પાણીની લાઈન રાણપુર પીવાના પાણીના સંપ સુધી નાખવામાં આવેશે હાલતો રાણપુર શહેર અને રાણપુર પંથકના લોકોને આ યોજનાની જાણ થતા ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે.

Previous articleપાલીતાણાના વીરપુર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે ૧ ઝડપાયો
Next articleગ્રામદક્ષિણામૂર્તિ મણારથી લોકભારતી સણોસરા સુધી ગાંધી સંદેશ પદયાત્રા