સિહોરના કયુટ બોય આરવના જન્મદિનની અનોખી ઉજવણી

545

નગરપાલિકા પ્રમુખ સ્વ. દિપસિંહભાઈ સોલંકીના પુત્ર કિશન સોલંકી કે જેઓ ભાવનગર યુવા ભાજપ કન્વીનર તથા ગ્રીન ઈન્ડિયા ગૃપના મેમ્બર પણ છે. જેઓના ગૃપ દ્વારા શહેરને ગ્રીનસીટી બનાવવા સંકલ્પ લીધો છે. ત્યારે કિશન સોલંકીના પુત્રના જન્મદિવસ પ્રસંગે શહેરની વિદ્યામંજરી સ્કુલ ખાતે વૃક્ષારોપણ કરી આરવના બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત અંતર્ગત ચીત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં વીદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેના ચિત્રો રજુ કર્યા હતાં. જેમાં ૧-ર-૩ નંબર આપી કુલ ૧ર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તથા સ્કુલના રૂસ્ટી અને ગોદાવરી સ્કુલના આચાર્ય અશોકભાઈ ઉલવાનું વય મર્યાદાથી નિવૃત્ત થતા કિશનભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા સાંજે આરવના બર્થ-ડે નિમિત્તે બાળકોને પતંગ વિતરણ કર્યુ હતું.  આ કાર્યક્રમમાં મિલનભાઈ કુવડીયા, નૈશાદ કુરેશી, પી.ડે. મોરડીયા અનિકેતભાઈ ઉપસ્થીત રહ્યા હતાં.