બેલુર વિદ્યાલય ગૃપ દ્વારા NSS વન-ડે કેમ્પનું આયોજન

785

બેલુર વિદ્યાલય દ્વારા છેલ્લા બે વર્ષથી એનએસએસ યુનિટ દ્વારા  રાષ્ટ્રીય સેવા, સમાજ સેવા, સમાજ ઉત્થાન કાર્ય્‌ તથા સામાજિક વિકાસાર્થે કાર્યરત છે. એનએસએસ યુનિટ દ્વારા દર વર્ષે વન-ડે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે મહુવા નજીક ભવાની મંદિર ખાતે આયોજન કરવામાં આવેલ. ભવાની ખાતે સ્વચ્છતા, જુથ ચર્ચા, શ્રમકાર્ય, રમત-ગમત, ડીબેટ, સમાજ જાગૃતિ નાટક વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. જેમાં ઉત્સાહપુર્વક બાળકોએ ભાગ લીધેલ. વન-ડે કેમ્પને સફળ બનાવવા બદલ પ્રોજેકટ ઓફિસર સંદિપભાઈ તથા બાળકોને સંસ્થાના એમ.ડી. બી.સી. લાડુમોર તથા સેક્રેટરી વી.એમ. નકુમર અને બેલુર વિદ્યાલય પરિવારે શુભકામના પાઠવેલ.

Previous articleબરફ વર્ષાને પગલે જમ્મુ નેશનલ હાઈવે બંધ, ૨૪ કલાકમાં ૨ વાર કાશ્મીરની ધરા ધણધણી
Next articleરાણપુરના અણીયારી પ્રા. શાળાના બાળકો ઉની ખાદી કેન્દ્રની મુલાકાતે