રોહિત શર્માની સદી એળે ગઇઃ પ્રથમ વન-ડેમાં ઓસી.સામે ભારતનો ૩૪ રને પરાજય

821

ભારત સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ૩૪ રને જીત મેળવી છે. ૨૮૯ રનના લક્ષ્યાંકને લઇને ઉતરેલી ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૨૫૪/૯નો સ્કોર જ બનાવી શકી હતી. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાના રોહિત શર્માએ સૌથી વધુ ૧૩૩ રન બનાવ્યા હતા, પરંતુ તેની સદી એળે ગઇ હતી. જણાવી દઇ કે ત્રણ મેચની વન ડે સીરીઝની બીજી મેચ ૧૫ જાન્યુઆરીએ એડિલેડ ખાતે રમાશે.

રોહિતે કેરિયરની ૨૨મી સદી ફટકારી હતી. આ મામલામાં તેમણે સૌરવ ગાંગુલીની ૨૨ સદીની સરખામણી કરી લીધી હતી. ભારતે ૪ રન પર ૩ વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાના ધોનીએ ૫૧ રનની ઇનિંગ રમી હતી. રોહિત અને ધોનીએ ચોથી વિકેટ માટે ૧૩૭ રનની ભાગેદારી કરી હતી.

જેસન બેહરેનડોર્ફે શેખર ધવનને એલબીડબલ્યુ કરીને ભારતને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો આપી દીધો હતો. શીખર ૦ રન પર આઉટ થયો હતો. જેમાં ભારતનો સ્કોર-૧/૧ રહ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માર્કસ સ્ટોઈનિસને કેચ આપી ૩ રને આઉટ થઈ ભારતને બીજો ફટકો આપ્યો છે. આ સાથે જ અંબિત રાયડુ પણ એલબીડબલ્યુ પર આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટ પર ૨૮૮ રન બનાવીને ભારતને ૨૮૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાઇ બેટ્‌સમેનોએ છેલ્લી ૧૦ ઓવરમાં ૯૩ રન બનાવીને ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. ઓસ્ટ્રેલિયામાંથી પીટર હેંડસકોમ્બે સૌથી વધુ ૭૩ રન બનાવ્યા હતા.

Previous articleમહેન્દ્રસિંહ ધોનીએ ૧૦ હજાર રન પૂરા કર્યા
Next articleદુષ્કર્મ મામલે પોલીસે કરી રોનાલ્ડોનાં ડીએનએ સેમ્પલની માંગ