ભાવનગરના પચ્છેગામ સંતરામ મંદિરે પૂ.શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટની ભાગવત કથા

1316
bvn10122017-1.jpg

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ સંતરામ મંદિરે સપ્તાહ શતાબ્દી મહોત્સવ ૧રપ વર્ષ અંતર્ગત સંતરામ મંદિર નડીયાદના મહંત પ.પૂ.રામદાસબાપુની પ્રેરણાથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું તા.૧૧-૧ર થી ૧૭-૧ર દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. વ્યાસાસને જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ શાસ્ત્રીજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ રાખેલ છે. આ પ્રસંગે સંતરામ મંદિર નડીયાદ દ્વારા વિનામુલ્યે આંખના રોગો તપાસ તેમજ ઓપરેશન તથા સર્વરોગ નિદાન કેમ્પ તા.૧૭-૧ર રવિવારે સવારે ૯ થી ૧ર યોજાશે. પૂ.શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટની આ ૭ર૭મી કથા છે. પચ્છેગામમાં સૌપ્રથમ વખત ભાગવત કથાનું આયોજન થયું હોય ગ્રામ્યજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Previous articleશાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ : ૬૮.પ૩ ટકા મતદાન
Next articleભાવનગરમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ૬૧.૭૬% મતદાન