શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પૂર્ણ : ૬૮.પ૩ ટકા મતદાન

895
guj10122017-5.jpg

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અજયપ્રકાશે ગીર સોમનાથ જિલ્લાના તમામ મતદારો અને ચૂંટણીમાં ફરજ નિભાવતા કર્મચારીઓ અધિકારીઓ પ્રત્યે શાંતિપૂર્ણ મતદાન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મતદારો લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થયા તે સૌના માટે આનંદનો અવસર છે. 
જિલ્લાની ચાર વિધાનસભા બેઠકમાં કુલ મતદારો ૮૮૩૫૧૨ પૈકી ૬૦૫૪૫૮ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને જિલ્લામાં ૬૮.૫૩ ટકા મતદાન થયું હતું.  મતદાન પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશના માર્ગદર્શન તળે, અધિક નિવાસી કલેકટર એચ. આર. પંડયા,  ૯૦-સોમનાનથના ચૂંટણી અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, ૯૧-તાલાળાનાં ચૂંટણી અધિકારી ભાવનાબા ઝાલા, ૯૨-કોડીનારના ચૂંટણી અધિકારી એસ.ડી. પટેલ, ૯૩-ઉનાના ચૂંટણી અધિકારી મહેન્દ્ર પ્રજાપતી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોહીલ, નાયબ કલેકટર ભાવેષ ખેર, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર, ચૂંટણી નાયબ મામલતદાર પ્રજાપતિ, રામભાઇ રામ, સીસોદીયા, ડોડીયા મનનભાઇ ઠૂંમર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.              

૯૧-તાલાળામાં ૬૯.૫૩ ટકા મતદાન
૯૧-તાલાળા વિધાનસભા  ચૂંટણીનાં આજે યોજાયેલ મતદાનમાં ૬૯.૫૩ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સવારે ૦૮ઃ૦૦ કલાકે શરૂ થયેલ મતદાનમાં યુવાનો, વડિલો અને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. તાલાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથક પર સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ બેઠક પર પુરૂષ મતદાર ૧૦૭૮૭૮ અને સ્રી મતદારો ૧૦૦૨૦૩ એમ  કુલ ૨૦૮૦૮૧ પૈકી ૭૭૦૯૭ પુરૂષ અને ૬૭૫૮૬ સ્રી  એમ કુલ ૧૪૪૬૮૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

૯૩-ઉનામાં ૬૩.૭૦ ટકા મતદાન
૯૩-ઉના વિધાનસભા ચૂંટણીનાં આજે યોજાયેલ મતદાનમાં ૬૩.૭૦ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સવારે ૦૮ઃ૦૦ કલાકે શરૂ થયેલ મતદાનમાં યુવાનો, વડિલો અને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથક પર સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ બેઠક પર પુરૂષ મતદાર ૧૨૧૦૪૪ અને સ્રી મતદારો ૧૧૨૨૯૦ એમ  કુલ ૨૩૩૩૩૪ પૈકી ૭૬૮૪૭ પુરૂષ અને ૭૧૭૯૨ સ્રી  એમ કુલ ૧૪૮૬૩૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

૯૦-સોમનાથમાં ૭૪.૯૭ ટકા મતદાન
૯૦-સોમનાથ વિધાનસભા  ચૂંટણીનાં આજે યોજાયેલ મતદાનમાં ૭૪.૯૭ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સવારે ૦૮ઃ૦૦ કલાકે શરૂ થયેલ મતદાનમાં યુવાનો, વડિલો અને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. સુત્રાપાડા ખાતે કન્યાશાળામાં પાણી પુરવઠા રાજયમંત્રી જશાભાઇ બારડે  મતદાન કર્યું હતું. સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ બેઠક પર પુરૂષ મતદાર ૧૨૦૧૩૪ અને સ્રી મતદારો ૧૧૪૮૪૫ એમ  કુલ ૨૩૪૯૭૯ પૈકી ૯૩૩૮૯ પુરૂષ અને ૮૨૭૭૪ સ્રી  એમ કુલ ૧૭૬૧૬૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

૯૨-કોડીનારમાં ૬૫.૬૫ ટકા મતદાન
૯૨-કોડીનાર વિધાનસભા ચૂંટણીનાં આજે યોજાયેલ મતદાનમાં ૬૫.૬૫ ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સવારે ૦૮ઃ૦૦ કલાકે શરૂ થયેલ મતદાનમાં યુવાનો, વડિલો અને મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથક પર સવારથી જ મતદારો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ બેઠક પર પુરૂષ મતદાર ૧૦૬૮૫૧ અને સ્રી મતદારો ૧૦૦૨૬૭ એમ  કુલ ૨૦૭૧૧૮ પૈકી ૭૦૧૯૧ પુરૂષ અને ૬૫૭૮૨ સ્રી  એમ કુલ ૧૩૫૯૭૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

Previous articleદામનગરમાં મતદારો સાથે ગેરવ્યવહાર
Next articleભાવનગરના પચ્છેગામ સંતરામ મંદિરે પૂ.શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટની ભાગવત કથા