ઇસરોના સેટેલાઇટ સાથે જોડાયું ભારતીય રેલવેનું એન્જિન

642

જો તમે મોટાભાગે ટ્રેનની મુસાફરી કરો છો, તો રેલયાત્રીઓ માટે એક સારા સમાચાર છે. ભારતીય રેલવેએ ઇસરો સાથે મળીને કંઈક એવું કર્યું છે કે હવે તમે ટ્રેનની સ્થિતિની માહિતી સરળતાથી મેળવી શકશો. વાસ્તવમાં, રેલવેએ પોતાના એન્જિનને ઇસરોના સેટેલાઇટથી જોડ્યા છે, જેથી સેટેલાઈટથી મળેલ માહિતીથી ટ્રેન અંગે કોઇ પણ જાણકારી, તેનું આગમન અને પ્રસ્થાન અંગે જાણવું સરળ બનશે.  રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નવા વર્ષમાં એક નવી શરૂઆત થઈ છે. ટ્રેનની મુસાફરીની માહિતી મેળવવા અને કંટ્રોલ ચાર્ટમાં દાખલ થવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના સેટેલાઈટ આધારિત રિઅલ ટાઇમ ટ્રેન ઇન્ફોર્મેશન સિસ્ટમ (ઇ્‌ૈંજી)થી સ્વયં ઉપયોગ થવા લાગ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ સિસ્ટમ ૮ જાન્યુઆરીથી શ્રીમાતા વૈષ્ણો દેવી-કટરા બાંદ્રા ટર્મિનસ, નવી દિલ્હી-પટના, દિલ્હી-જમ્મુ રૂટ પર કેટલીક મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનો માટે અમલ થઇ ચૂકી છે.  તેમણે જણાવ્યું હતું કે નવા સિસ્ટમથી રેલવેમાં પોતાના નેટવર્કમાં ટ્રેનોનું સંચાલન કરવા માટે, પોતાના નિયંત્રણ રૂપ, રેલવે નેટવર્કને આધુનિક બનાવવા માટે મદદ મળશે.

અધિકારીએ કહ્યું, ’આ પગલાનો હેતુ ટ્રેનોની કામગીરીની સાચી માહિતીમાં આગળ સુધાર લાવવો છે. તેમણે જણાવ્યું કે એન્જિનમાં આરટીઆઇએસ ડિવાઇસથી ઇસરો દ્વારા વિકસિત ગગન જિયો પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ટ્રેનોની ગતિ અને પોઝિશન વિશે જાણી શકાશે. તેમણે જણાવ્યું કે માહિતી અને દલીલના અનુપ્રયોગના આધારે આ યુક્તિ ટ્રેનના આવગમન (આગમન / પ્રસ્થાન / નક્કી કરેલ અંતર / અનિર્ધારિત સ્થાનાંતર અને સેક્શન વચ્ચેની માહિતી)ની નવી માહિતી ૈંજીર્ઇંના એસ-બેન્ડ મોબાઇલ સેટેલાઇટ સર્વિસ (એમએસએસ) નું ઉપયોગ કરીને સીઆરઆઈએસ ડેટા સેન્ટરમાં સેન્ટ્રલ લોકેશન સર્વરને મોકલે છે.

Previous article૭૫૦ કરોડનાં ખર્ચે દેશની પ્રથમ પેપરલેસ SVP હોસ્પિટલનું લોકાર્પણ
Next articleથેરેસાએ જીત્યો વિશ્વાસ પ્રસ્તાવઃ PM પદે યથાવત્‌