એલઆરડી પરીક્ષામાં તંત્ર દ્વારા વિદ્યાર્થીના ભાવી સાથે ચેડા થવાની દહેશત વ્યકત કરાઈ

961

તાજેતરમાં લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં તંત્ર દ્વારા બેદરકારી રાખી વિદ્યાર્થી ભાવી સાથે ચેડા થવાનીસંભાવના મુદ્દે પરીક્ષાર્થી દ્વારા આવેદનપત્ર અપાયું.

ગત દિવસોમાં ખુબ જ ચર્ચાના ચકડોળે ચડેલા લોકરક્ષક દળની પરીક્ષા કે જે ફરીથી લેવામાં આવી હતી તે પરીક્ષામાં કેટલીક ખામીઓ કે જે તંત્ર દ્વારા રહી ગયેલ તે મુદ્દે આજરોજ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને  સંબોધીને મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર પાઠવેલ.  વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષામાં ક્ષતીના મુખ્ય મુદ્દાઓ વિગતે જોઈએ તો પરીક્ષામાં ઉત્તરવહી પર જે બારકોડ સ્ટીકર લગાવવાનું હોય ત્યા સ્ટીકર ન લગાવ્યા હોવાથી વિદ્યાર્થીની ઓળખ છતી થવા નો ભય રહેલ અને પરીક્ષાની ગૂપ્તતા ન જળવવાની સંભાવના પરીક્ષાર્થીઓ દ્વારા જણાવાયેલ ઉપરાંત પરીક્ષાર્થીઓ માટે વાહન વ્યવસ્થા યોગ્ય આયોજનના  હોવાથી બે-બે વખત લખલૂંટ ભાડાઓનો ખર્ચ પરીક્ષાર્થીઓએ નોકરીની આશાએ ભોગવવો પડેલ, માત્ર ૧ કલાકનું જ પેપર હતું જેમાં વિદ્યાર્થીઓએ પાંચથીવીસ વીસ મીનીટ સુધી તો ઉત્તરવહી ન મળી હોવાના કિસ્સામાં પણ વિદ્યાર્થી ભોગ બનેલ, પરીક્ષાર્થીની લાયકાત ધોરણ ૧ર પાસ હતી જે પદની ભરતી મુજબ પ્રશ્નો પુછવાની પધ્ધતિ પણ ખોટી હતી, આમ આ તમામ ફરિયાદો સાથેનું આવેદન આજ પરીક્ષાર્થી ગણ દ્વારા આપવામાં આવેલ.  નોંધનીય બાબત છે કે પારદર્શક કાર્ય પધ્ધતીના બણગા ફુકતું તંત્ર આવા ગંભીર પ્રશ્ને હવે આગામી દિવસોમાં શુ કામગીરી કરે કે પછી રાબેતા મુજબ અરજદારોને અન્યાયના ઢોલ ટીપવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી?.

Previous articleયુવા બારોટ સોશ્યલ ગૃપ રાજકોટ દ્વારા વહીવંચા મહોત્સવનું કરાયેલું આયોજન
Next articleવડવા કુંભાર શેરીમાં દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, લેપટોપની ચોરી