વડવા કુંભાર શેરીમાં દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, લેપટોપની ચોરી

643

શહેરના વડવા વિસ્તારમાં કુંભાર શેરીમાં આવેલ દુકાનમાં મોડીરાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનમાં પ્રવેશી લેપટોપની ચોરી કરી નાસી છુટ્યા હતા. અગાઉ પણ આ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.

શહેરના વડવા કુંભાર શેરીમાં વિપુલભાઈ મોહનભાઈ ઠક્કરની માલિકીની સૌરાષ્ટ્ર હેસીયન એન્ડ ગની બેગ સપ્લાયર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. સવારે ૯-૩૦ કલાકે વિપુલભાઈ દુકાને આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતા આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તસ્કરોએ દુકાનને નિશાન બનાવી લેપટોપ સહિત રૂા.પપ હજારની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી. રાત્રિના સમયે ચોરી થઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે અગાઉ પણ આ દુકાનમાંથી રૂા.૧.૬પ લાખની ચોરી થઈ હતી જેથી કોઈ જાણભેદુનો હાથ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.