મેથળા ગામે સિંહે બળદનું મારણ કરતા લોકોમાં ભય

1081

તળાજા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સિંહના ધામા નાખ્યા હોવાનું જાણવા મળેલ છે. આજે વહેવી સવારે મેથળા ગામે બે સિંહ જોવા મળ્યાનું લોકોએ જણાવ્યું હતું કે બે સિંહ દ્વારા એક બળદનું મારણ કરતા લોકોએ હાકલા પડકાર કરતા સિંહ નાસી ગયા હતા જ્યારે આ બનાવથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારી વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સિંહે જે બળદનું મારણ કર્યુ છે અને જાણ થતા જ ફોરેસ્ટનો કાફલો સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને એક માદા સહિત ત્રણ સિંહ આ પંથકમાં હોવાનું જણાવ્યું હતું.