તા.૨૧-૦૧-ર૦૧૯ થી ૨૭-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1710

મેષ (અ.લ.ઈ)

મિત્ર આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા મા વૃધ્ધી કરશે તો ધીમી ગતીએ પણ કાર્યસફળતા યોગ મળી શકે છે. ઉતાવળા સ્વભાવ અને જિદ્દી પ્રકૃતીનો ત્યાગ કરવો જરૂરી છે. મહત્વના નિર્ણયો સ્વહસ્તે કરવા જરૂરી છે. અન્યના વિશ્વાસન ન રહેવું. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી જળવાઈ રહેશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે આર્થિક રીતે અશુભ ફળ મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુફ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે માત્ર આત્મવિશ્વાસમા વૃધ્ધી અને કાર્યોમાં એકાગ્રતા કેળવવી જરૂરી છે. સમયનો સદઉપયોગ કરવો પણ આવશ્યક રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. એક માસ માટે સુર્યગ્રહનો બંધનયોગ મળી રહ્યો છે. તેથી નવા કાર્યોની શરૂઆત માટે હિતેચ્છુઓની સલાહ લેવી આવશ્યક બનશે. વિશ્વાસ કેળવોવ જરૂરી છે.  મિલ્કત અને વારસાઈના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો વિવાદો ન સર્જાય તે જોશો. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે.આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રઉપર રાહુ અને સુર્ય કેતુ બુધ ગ્રહની દ્રષ્ટિથી અશુભ ગ્રહયોગ નુ સર્જન જાય છે. માટે એક માસ દરેક કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે. કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો ઉપર નિયત્રણ રાખવુ જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે સોમવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી  સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો બંધનયોગના અશુભ સમયમા પણ રાશી પતી સુર્ય ગ્રહ એક માસ માટે સ્થાન બળ આપે છે. જે કપરા કાર્યોને પણ સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપી શકે છે. માત્ર શેખચલ્લીના વિચારોનો ત્યાગ કરી વાસ્તવિકતામા જીવવુ જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરુચી રહેશે આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહની શુભ દ્રષ્ટિ લક્ષ્મીયોગનુ સર્જન કરે છે. માન્સીક રીતે આનંદની અનુભુતી મળશે નવા વિચારો મળશે જે કાર્ય સફળતા માટે મદદરૂપ બનશે માત્ર શનિગ્રહની પનોતી શરૂ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે આર્થિક પરિસ્થઇતી અને જાહેર જીવન જળવાઈ રહેશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને જાહેર જીવન જળવાઈ રહેશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યો આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું વરતારો આત્મવિશ્વાસ અને અપેક્ષાો ઉપર નિયંત્રણ રાખવાનુ સુચન છે માત્ર એક માસ માટે ધીરજ ધરવી જરૂરી છે. નહીતો ભુતકાળમાં કરેલી મહેનત પણ નિષ્ફળતા મળી શકે છે. નવા કાર્યોનું આયોજન પણ શક્ય નથી. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું વરતારો વાણીની મીઠાશની કપરા કાર્યો પણ આસાન બનાવી શકશો માત્ર ભુતકાળનો ત્યાગ અને વર્તમાનનો સ્વીકાર કરવો જરૂરી છે. સમય સાથો ચાલશો તો દરેક કાર્યો સફળતા સાથે દિપી ઉઠશે નવા કાર્યોનું આયોજન સફળ થશે દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ગ્રહોના અશુભ બંધનયોગના સમયમા પણ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર વાણી વર્તનમાં નમ્રતા કેળવવી જરૂરી છે અને મહત્વના કાર્યોમાં સ્વહસ્તે જ નિર્ણય કરવા જરૂરી છે. અન્યના સલાહ સૂચનથી નુકશાની મળી શકે છે.  મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો પનોતીના કપરા સમયમાં મોજશોખ અને આળશ વૃત્તીનો ત્યાગ કરવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેશો. તો કાર્યસફળતાના યોગ મળી શકે છે. નવા કાર્યોનુ આયોજન સફળ થશે વિદેશથી શુભ સમાચાર મળશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો કાર્ય સફળતા સાથે ચંદ્ર મંગળના લક્ષ્મીયોગનુ સર્જન કરે છે નસીબ કર્મ અને લાભ સ્થાનો સમન્વય ન ધારેલી સફળતા આપી શકે છે. માત્ર કેતુ ગ્રહનો બંધનયોગ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની બાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ ગ્રહનો શુભ લક્ષ્મીયોગ અને નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા સમય શક્તિનો સદઉપયોગ કરશો તો ન ધારેલી સફળતા મળી શકે છે. નવાકાર્યોનું આયોજન સફળ થશે વિદેશી જવાની ઈચ્છફળી ભુત થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીની પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજાફરાબાદના બાબરકોટ ગામે પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત કરાયું