હવે માનુષી છિલ્લરને લોંચ કરવા ફરાહ ખાન તૈયાર છે

846

માનુષી છિલ્લર બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ બ્યુટીક્વીન માનુષી છિલ્લરને લઇને હવે ફરાહ ખાન ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. જો કે ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. માનુષી પહેલા બોલિવુડમાં અનેક બ્યુટીક્વીન એન્ટ્રી કરી ચુકી છે અને મોટી સફળતા હાંસલ પણ કરી ચુકી છે. સુષ્મિતા સેન, એશ્વર્યા રાય બચ્ચન, દિયા મિર્જા અને પ્રિયંકા ચોપડા બોલિવુડમાં જોરદાર સફળતા હાંસલ કરી ચુકી છે. હવે આ દિશામાં આગળ વધીને માનુષી પણ એન્ટ્રી કરવા જઇ રહી છે. ફરાહ  ખાન એક્શન અને રોમેન્ટિક ફિલ્મ બનાવવા માટે જાણીતી રહી છે. ત્યારબાદ તેના નિર્દેશનમાં બનેલી કોઇ ફિલ્મ આવી નથી. હેપ્પી ન્યુ યર ફિલ્મમાં શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, દિપિકાની ભૂમિકા હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

Previous articleએક વખતે બોલ્ડ ફિલ્મ માટે તેને પણ બોલાવાઇ : નુસરત
Next articleઅમારી પાસે વિશ્વકપ ૨૦૧૯ જીતવાની શાનદાર તકઃમલિક