એઝાઝ ખાન આગામી ફિલ્મ ’ભાઈજાન’ના શૂટિંગમાં વ્યસ્ત

908

બગ બોસ અને બોલીવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા એઝાઝ ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ’ભાઈજાન’ને લઈ ચર્ચામાં છે અને તેમણે હાલમાં બોરડામાં શૂટિંગ કર્યું અને અમે જણાવી દઈએ કે એઝાઝ ખાન ખુબજ ઓછી ફિલ્મો કરે છે અને દમદાર પાત્ર સાથે નજરે ચડે છે ત્યારે વધુ એક વાર એઝાઝ ખાન અનોખી ભૂમિકામાં જોવા મળશે તેમને જણાવ્યું હતું કે “હું નાનકડી ફિલ્મ હોવા છતાં પણ મોટી ભૂમિકાઓ કરવામાં વિશ્વાસ કરું છું. હું બીજા કોઈના સ્ટારડેમ દ્વારા છાયામાં પડવા માંગતો નથી અને મોટા સ્ટાર કાસ્ટ સાથે મોટી ફિલ્મમાં બે દ્રશ્યો કરું છું અને નાની ફિલ્મોમાં હીરો તરીકે કામ કરૂં છું’’ એઝાઝ ખાન સાઉથની ઘણી ફિલ્મોમાં લોકપ્રિય અભિનેતા છે  તેમની આગામી ફિલ્મ “ભાઈજાન” માં મુખ્ય ભૂમિકા ભજવતા નજરે ચડશે.

Previous articleમ્યુઝિક ટર્ફ પર નવું પાટોલા
Next articleઉમંગ કુમારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત!