ચંદા કોચર સામે CBI દ્વારા FIR

528

સીબીઆઇએ આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઇઓ ચંદા કોચરના કેસમાં એફઆઇઆર દાખલ કરી છે. મુંબઇ અને મહારાષ્ટ્રની વિવિધ ચાર જગ્યાઓ પર સીબીઆઇના દરોડા ચાલી રહ્યા છે. આ જ ક્રમમાં સીબીઆઇએ વિડિયોકોનના નરિમન પોઇન્ટ સ્થિત મુખ્યાલય પર પણ દરોડા પાડ્યા છે. સીબીઆઇ આ દરોડામાં વીડિયોકોન ગ્રૂપને ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી મળેલી ૩,૨૫૦ કરોડની લોનના મામલે સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આઇસીઆઇસીઆઇના સીઇઓ ચંદા કોચરની મુશ્કેલીમાં વધારો થયો છે. સીબીઆઇના સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઇ આ દરોડા મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલા ચાર સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમના પતિ દીપક કોચર સાથે જોડાયેલી લોન મામલે મુંબઇ – ઔરંગાબાદમાં વિડિયોકોનના મુખ્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અગાઉ ચંદા કોચરે ૪ ઓકટોબર, ૨૦૧૮માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બેંકના બોર્ડે તેમના કાર્યકાળ સમાપ્ત થયા પહેલા જ પદ છોડવાની માંગને સ્વીકારીને તેમની જગ્યાએ સંદિપ બક્ષીને નવા મેનેજિંગ ડાયરેકટર અને ચીફ એકઝુકયુટિવ ઓફિસર બનાવ્યા હતા.આ સમગ્ર મામલો વિડિયોકોન ગ્રુપ દ્વારા ૨૦૧૨માં ૈંઝ્રૈંઝ્રૈં બેંક પાસેથી ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોનનો છે.

આ લોન કુલ ૪૦ હજાર કરોડ રૂપિયાનો ભાગ છે જેમાં વિડિયોકોન ગ્રુપ દ્વારા એસબીઆઇના નેતૃત્વમાં ૨૦ બેંકો પાસેથી લેવામાં આવી હતી.

વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે ૨૦૧૦માં ૬૪ કરોડ રૂપિયા એનયુપાવર રીન્યુએબલ્સ લિમિટેડ (એનઆરપીએલ) આપ્યા હતા. આ કંપની ધૂત, દિપક કોચર અને બીજા બે અન્ય સંબંધીઓ દ્વારા સ્થાપવામાં આવી હતી. એવા પર આરોપ છે કે, ચંદા કોચરના પતિ દીપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનારાઓ તરફથી નાણાંકીય લાભ આપવામાં આવ્યા છે.

Previous articleરિવરફ્રન્ટ કૌભાંડ પ્રશ્ને યુપી સહિત ૪ રાજ્યોમાં દરોડા
Next articleઆંધ્રપ્રદેશમાં કોંગ્રેસ વિધાનસભા-લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે