રાજુલાની અદ્યતન સરકારી હોસ્પિટલનું નામ નગરજનોએ પાડ્યું રીફર હોસ્પિટલ

642

રાજુલાની હોસ્પિટલ તો હીરાભાઈ સોલંકીનો પ્રયાસોથી કરોડો રૂપિયાને ખર્ચે અદ્યતન બની પણ હોસ્પિટલમાં માત્ર એક તબીબ ૧૩ ડોકટરો અને ૩૭ કર્મચારીઓની જગ્યા ખાલી લોકોએ કંટાળીને હોસ્પિટલનું નામ પાડી દીધું રીફર હોસ્પિટલ, નાની  સારવાર સિવાય દર્દીઓને રીફર કરવામાં આવે છે. આ બાબતે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા રાજુલાની હોસ્પિટલ તો હિરાભાઈ સોલંકીની જહેમતથી અદ્યતન તો બની પણ હોસ્પિટલમાં માત્ર એક જ તબીબ ૧૩ ડોકટર સહિત ૩૭ જગ્યા ખાલી લોકોએ કંટાળીને રીફર હોસ્પિટલ નામ પાડી દીધું ચેમ્બર પ્રમુખે ઉચ્ચ લેવલે કરી રજુઆત. પ્રથમ રાજુલા હોસ્પિટલ લાવતા હોય છે પણ હોસ્પિટલમાં આવ્યા પછી ખબર પડે છે કે અહીંયા ડોકટર માત્ર એક જ છે અને દર્દીઓને તુરંત અમરેલી કે મહુવા ભાવર રીફર કરી દેવામાં આવે છે પણ પછી મોટી તકલીફ તો એ થાય છે કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તો છે પણ ડ્રાઈવર નથી આથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

ખાલી જગ્યા નહીં પુરાય તો રાજુલા શહેર બંધ પાળીશું

રાજુલા પંથકમાં કોઈ અકસ્માત કે પ્રસુતી અથવા કોઈ દર્દીઓને આવે છે. તેને પ્રથામિક સારવાર આપી સીધા રીફર દેવામાં આવે છે અહીં પ્રથમ તો સુપ્રિટેન્ડેન્ટ જગ્યા ઉપરાંત ફિઝીશ્યન સર્જન, સાઈકિયાટ્રસ્ટ, બાળરોગ નિષ્ણાંત, એનેસ્થેટીસ્ટ, ઈએનટી સર્જન, એપ્થોલમોલોજીક, રેડીયો લોજીસ્ટ, સહિત જગ્યાઓ ખાલી છે. જો આ તમામ ડોકટરો ૩૭ કર્મચારીઓ ર ડ્રાઈવરની જગ્યા તાત્કાલિક નહીં પુરાય તો શહેર બંધ પાળીશું.

Previous articleમારૂતિ વિદ્યામંદિર દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાયો
Next articleરાજુલા નજીક ધાતરવડી નદીના પુલ પરથી પત્થર ભરેલો ટ્રક નીચે ખાબક્યો