વરુણ ધવન, વિક્કી કૌશલ અને યામી ગૌતમે વાઘા બોર્ડર પર ગણતંત્ર દિવસની ઉજવણી કરી

956

પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે બોલીવુડ સ્ટાર વિક્કી કૌશલ, વરુણ ધવન અને યામી ગૌતમ પંજાબ સ્થિત અટારી વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. અહી તેમણે જવાનો સાથે પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી.

વાઘા બોર્ડર પર બોલીવુડ સિતારાઓએ જવાનો સાથે ડાન્સ કરી હાજર પબ્લિક પાસે “ભારત માતાકી જય”ના નારા પણ લગાવ્યા હતા.

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક” ફિલ્મ હાલમાં ધમાલ મચાવી રહી છે અને તેના સ્ટાર્સ વિક્કી કૌશલ અને યામી ગૌતમ વાઘા બોર્ડર પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા, કાર્યક્રમ દરમિયાન વરુણ ધવન હાથમાં ત્રિરંગો લઇને બીએસએફની ટી-શર્ટ પહેરી નારા લગાવતા નજરે ચડ્યા હતા.

Previous articleસંત કંવરરામ પ્રા.શાળાનું લોકાપર્ણ
Next articleપદમશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરવા મનોજ બજપાયીનું નિવેદન