રન મામલે બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો એમએસ ધોનીએ

789

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચની સીરીઝની બીજી વનડે આજે રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે ૪ વિકેટના નુકસાન પર ૩૨૪ રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝિલેન્ડને જીત માટે ૩૨૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડ આ ટાર્ગેટ સુધી પહોંચી ન સકતા માત્ર ૨૩૪ પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ ૪૮ રનની નોટઆઉટ ઇનિંગ રમી વનડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે બ્રાયન લારાને પાછળ છોડી દિધો છે. હાલ ધોનીના નામે ૩૩૭ મેચોમાં ૧૦,૪૧૪ રન છે અને આ સાથે તેણે બ્રાયન લારાને ૧૦,૪૦૫ પાછળ રાખી દિધો છે. હવે ધોની અને વિરાટ કોહલી ૧૦,૪૭૩ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરે ૧૮,૪૨૬ રન બનાવ્યા છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ત્યાર બાદ કુમાર સંગાકારાએ ૧૪,૨૩૪ રન , રિકી પોંટિંગે ૧૩,૭૦૪ રન, સનત જયસૂર્યાએ ૧૩,૪૩૦ રન , મહેલા જયવર્ધનેએ ૧૨,૬૫૦ રન , ઈન્ઝમમ-ઉલ-હકે ૧૧,૭૩૯ રન જેક કેલિસે ૧૧,૫૭૯ રન , સૌરવ ગાંગુલીએ ૧૧,૩૬૩ રન અને રાહુલ દ્રવિડે ૧૦,૮૮૯ રન બનાવ્યા છે.

Previous articleહું રિલેશનશિપમાં રહેવા માગુ છુઃ કાર્તિક આર્યન
Next articleરંગભેદી ટિપ્પણી બદલ પાક ટીમના કેપ્ટન સરફરાઝ પર ચાર મેચનો પ્રતિબંધ