સુપ્રિમ કોર્ટ રામ મંદિર મુદ્દે નિર્ણય ન લઇ શકે તો અમને સોંપી દે ૨૪ કલાકમાં ઉકેલી દઇશુ

638

સીએમ યોગી આદિત્યનાથના મતે હવે રામ મંદિર નિર્માણના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે. જો સુપ્રીમ કોર્ટ તેનો હલ ના કાઢી શકતું હોય તો આ જવાબદારી અમને આપી દે, અમે ૨૪ કલાકમાં આ વિવાદનો ઉકેલ લાવી દઈશું. સીએમ યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું. જ્યારે સીએમ યોગીને પુછવામાં આવ્યું કે તમે રામ મંદિર વિવાદ કેવી રીતે ઉકેલશો વાતચીત કરીને કે બળ પ્રયોગથી. તો યોગી હસ્યા હતા અને કહ્યું હતું કે પહેલા સુપ્રીમ કોર્ટ અમને આ મામલો આપી તો દે.

ઇન્ટરવ્યૂમાં યોગીએ કહ્યું હતું કે હું હજુ પણ સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે આ વિવાદનો ઉકેલ જલ્દી લાવે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ આવેલ અલ્હાબાદ હાઇકોર્ટ બેન્ચના નિર્ણયમાં સ્પષ્ટ થઈ ગયું છે કે બાબરી ઢાંચાને એક હિન્દુ મંદિર કે સ્માકરને ધ્વસ્ત કરીને બનાવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પણ હાઇકોર્ટમાં દાખલ રિપોર્ટમાં માન્યું છે કે મસ્જિદનું નિર્માણ હિન્દુ મંદિરને તોડીને કરવામાં આવ્યું છે. આમા નકામો વિવાદ કરવામાં આવી રહ્યો છે. હું સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે અમેને જલ્દી ન્યાય આપવામાં આવે. આ મામલે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. જો આ વિષયમાં મોડુ થતું રહેશે તો ન્યાય સંસ્થાન ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી શકે છે.

સીએમ યોગીએ કહ્યું હતું કે હું કહેવા માંગુ છું કે કોર્ટે જલ્દી પોતાનો નિર્ણય આપવો જોઈએ. જો તે આમ ના કરી શકે તો અમને આ મુદ્દાને સોપી દેવો જોઈએ. અમે ૨૪ કલાકની અંદર રામ જન્મ ભૂમિ વિવાદ ઉકેલી લઈશું, અમને ૨૫ કલાક નહીં થાય.

Previous articleટ્રેન-૧૮માં ભાડુ શતાબ્દી કરતા ૫૦ ટકા વધારે હશે
Next articleદેશને લૂટનાર દરેક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશેઃ વડાપ્રધાન મોદી