ભાવ. યુનિવર્સિટી દ્વારા ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

1173

ર૬મી જાન્યુઆરીના દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ૭૦માં પ્રજાસ્ત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગાનથી કરવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યકારી કુલપતિ ડો. ગિરિશભાઈ એસ. પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ કાર્યકારી  કુલપતિએ પ્રાસંગ  પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, બંધારણ કયારે અસ્તિત્વમાં આવ્યું તે વિશે માહિતી આપી બંધારના ઘડવૈયાને યાદ કરવામાં આવ્યા હતાં. બંધારણમાં સમાવિષ્ટ મુખ્ય અધિકારીઓ વિશે પણ માહિતી આપી હતી. કુલપતિએ  યુનિવર્સ્ટી હાંસલ કરેલ સિધધીઓ વિશે વાત કરી હતી. જેમાં મુખ્યત્વે મેગાજોબ ફેર, કોન્વોકેશન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર માટે વિદ્યાર્થીઓ માટે ગોઠવવામાં આવેલ માર્ગદર્શક વ્યાખ્યાનો, યુથ પાર્લામેન્ટનું આયોજન, મહાત્મા ગાંધીની ૧પમી જયંતિ નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં આ યુનિવર્સિટીએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

આજના દિવસે કાર્યકરી કુલપતિ દ્વારા યુનિવર્સિટીની વેબસાઈટનું નવા ફીચર્સ સાથે રીલોચીંગ કરવામાં આવ્યું હતું. થતા વિદ્યાર્થીઓને મનમાં મુંઝવતા માનસિક પ્રશ્નોના નિરાકરણ માટે યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સંચાલિત કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના ભવનો અને કોલેજોના સ્ટાફને કાર્યકારી કુલપતિ ડો. ગિરિશભાઈ પટેલ અને કુ સચિવ ડો. કાીશિકભાઈ ભટ્ટના વરદ હસ્તે એપ્રિસિયેશન સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ભવનો અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ દેશભક્તિના ગીતો રજુ કરતાં વાતાવરણ દેશભક્તિમય થઈ ગયું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને એનસીસીના કેડેટોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાહેમત ઉઠાવી હતી. વંદે મારમ્‌ ગાન સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો.

આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એકઝીકયુટિવ કાઉન્સિલના સભ્યઓ, સેનેટના સભ્યો, વિવિધ ફકેલ્ટીઓના ડીનો, વિવિધ સત્તા મંડળના સભ્યો, ભવનોના અધ્યક્ષઓ, વિવિધ કોલેજોના આચાર્ય, શૈક્ષણિક કર્મચારીઅ,ો વહીવટી કર્મચારીઓ, એન.એસ.એસ.ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ, આર્મી, નેવી અને એરવીંગ, એન.સી.સી.ના કેડેટો તથા ભવનો, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાઈફ સાયન્સ ભવન અને સંચાલન લાઈફ સાયન્સ ભવનના ડો. ભરતસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે રીફ્રેશમેન્ટની સુવિધા કોર્ટ સભ્ય બ્રિરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલ.

Previous articleએસ.પી.કચેરી કચેરી ધ્વજવંદન કરાયું
Next articleહાદાનગર પ્રાથમીક શાળામાં શહેર કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી