સાળંગપુર હનુમાનજી મંદિરે સર્વજ્ઞાતિ સમુહલગ્ન યોજાયા

1276

સમગ્ર વિશ્વ માં સુપ્રસિધ્ધ બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે તૃતીય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૧૦૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્‌યા હતા આ સમૂહ લગ્ન માં ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન રૂપાણી સાથે ખાસ ઉપસ્થિત રહી ને ૧૦૮ નવદંપતિ ઓને સફળ લગ્નજીવનના આશિર્વાદ આપ્યા હતા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રકાસદાસજી મહારાજ નવદંપતિને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે ગુરૂ વિષ્ણુપ્રકાસદાસજી સ્વામી તથા હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા આ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ સમુહ લગ્ન માં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સાથે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ,વિધાનસભા ના પુર્વ અધ્યક્ષ રમણલાલ વોરા,શંકરભાઈ વેગડ, એ.એચ.પી.ના મહામંત્રી રણછોડભાઈ ભરવાડ,જીલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનો સહીત અનેક સંતો મહંતો ની ઉપસ્થિતી આ સમૂહ લગ્ન યોજાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે  સમૂહ લગ્નોત્સવ  સામાજીક સમરસતા ને પ્રોત્સાહન આપે છે આ ઉપરાંત સમરસતાથી જ સમાજ નો વિકાસ થતો હોય છે સૌના સાથ અને સૌના વિકાસ થી આ સમરસતા ને વધુ ઉપર લઈ જવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી ભારતીય પરંપરામાં લગ્નજીવનને વ્યક્તિ ને વ્યક્તિ સાથે જોડતુ નહી પરંતુ સમગ્ર સમાજને જોડનારુ માધ્યમ ગણવામાં આવે છે  સમૂહ લગ્ન ને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ દરેક યુગલ ને ૧૦.૦૦૦ રૂપિયા અને આયોજક ને ૫૦.૦૦૦ હજાર રૂપિયા કુલ મળીને ૧૦.૮૦ લાખની રકમ રાજ્ય સરકાર તરફથી સમૂહ લગ્નોત્સવમાં આપવાની જાહેરાત કરી હતી. ૧૦૮ બ્રાહ્મણો દ્વારા અલગ અલગ દંપતિને વિધિ કરાવવામાં આવી હતી.

Previous articleરાજુલા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૦૪ બોટલ એકત્ર કરાઈ
Next articleકોંગ્રેસ માયનોરિટી વિભાગની બેઠક મળી