ભાવનગર જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો, એક ડિસ્ચાર્જ

329

આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો
ભાવનગરમાં આજે નવો એક કોરોનાનો કેસ નોંધાયો હતો, જેમાં ગ્રામ્યમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, આજે ગ્રામ્યમાંમાં એક દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા, જેને કારણે શહેરમાં દર્દીની સંખ્યામાં ૧૧ પર પોહચી છે, જ્યારે ગ્રામ્યમાં ૧ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૨ એ પહોંચી છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૪ કેસ પૈકી હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન તથા રસિકભાઈ હેમાણી આયોજિત ફોટોગ્રાફી હરીફાઈ કમ પ્રદર્શનું આયોજન
Next articleસ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા યોજાયો દેશભક્તિ સભર અભિવ્યકિત ઉત્સવ