જેટમાં રોકડ કટોકટી : ૪ વિમાન ગ્રાન્ડેડ, અનેક ઉંડાણોને રદ કરાઈ

575

નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી વિમાન કંપની જેટ એરવેઝની મુશ્કેલી સતત વધી રહી છે. સ્થિતિ અહીં સુધી ખરાબ થઇ છે કે, બાકી રકમની ચુકવણી ન કરવાના કારણે જેટના લેસર્સ (ભાડા પટ્ટા પર વિમાન આપનાર) દ્વારા વિમાનોને જમીન પર રાખવાની શરૂઆત કરી દીધી છે. જેટ એરવેઝમાં નાણાંકીય કટોકટી ગંભીર બનતા ચાર વિમાનોની સેવા બંધ કરી દેવામાં આવી છે. ચાર વિમાનો ગ્રાઉન્ડેડ કરવામાં આવતા અનેક ફ્લાઇટો રદ થઇ ચુકી છે. ભાડાપટ્ટા ઉપર વિમાન આપનારે વિમાનોને ઉભા કરવાની શરૂઆત કરી દીધી છે. સેવા બંધ કરી દીધી છે જેના લીધે ફ્લાઇટો રદ કરવી પડી છે. સોમવારે મોડી રાતથી જ દેશભરમાં વિમાની મથકો ઉપર આશરે ચારથી પાંચ વિમાન ઉભા કરી દેવામાં આવ્યા છે જેના લીધે ૨૦ ફ્લાઇટો રદ કરવી પડી છે. સોમવારે મોડી રાતથી જ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઇ વિમાની મથક ઉપર બોઇંગ ૭૩૭ વિમાનો ઉભા કરી દેવામાં આવ્યા છે.

સુત્રોએ કહ્યું છે કે, આ તમામ જગ્યા પર એક-એક વિમાન ઉભા થઇ ગયા છે. ભાડાપટ્ટા ઉપર વિમાન આપનાર દ્વારા વિમાન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ ચુકી છે. જેટ એરવેઝ બાકી રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ રહેતા હાલત કફોડી બની છે. જો કે, કેટલાક ભાડાપટ્ટા પર આપનાર લોકોએ ડિફોલ્ટના કારણે વિમાનોને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેટ એરવેઝની વેબસાઇટના કહેવા મુજબ તેની પાસે ૧૨૩ વિમાનો રહેલા છે. લેસર્સ અને મેઇન્ટેનન્સ કંપનીઓની બાકી રકમ વધી જતાં રોકડ કટોકટીની સમસ્યા સર્જાઈ ગઈ છે. સ્પેરપાટ્‌ર્સની ખરીદી કરવા માટે રોકડ રકમ નથી. એરલાઈને હજુ સુધી આ બાબત અંગે કોઇ ખુલાસો કર્યો નથી કે, તેના કેટલા વિમાનો હાલમાં સેવામાં છે. સુત્રોએ કહ્યું છે કે, જો બાકી રકમની ચુકવણી કરવામાં નહીં આવે તો હાલત વધારે ખરાબ થઇ શકે છે. કંપનીમાં હાલ ૨૪ ટકાની હિસ્સેદારી ધરાવનાર ઇતિહાદ એરવેઝ જેટમાં તેના રોકાણને વધારવાની કવાયતમાં છે. પોતાની હિસ્સેદારી વધી રહી છે. જેટ એરવેઝને લોન આપનાર બેંક ૮૨૦૦ કરોડ રૂપિયાના દેવાના એક હિસ્સાને ઇક્વિટીમાં ફેરવી શકે છે અને કેટલાક નવા શેર ખરીદી શકે છે.

Previous articleપૂર્વ રક્ષામંત્રી ફર્નાન્ડિઝનું અવસાન
Next articleપરીક્ષા પર ચર્ચા : CMની વિદ્યાર્થીઓને ટિપ્સ