દિલ્હી-NCR સહિત ઉ.ભારતમાં તીવ્ર ઠંડી

499

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી  ફરી એકવાર જોવા મળી રહી છે. કાશ્મીર ખીણમાં જોરદાર ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. અનેક વિસ્તારોમાં પારો શુન્યથી પણ નીચે પહોંચી ગયો છે. ભીષણ હિમવર્ષા જારી હોવા છતાં લોકો તેમના સામાન્ય કામકાજથી પીછેહટ કરી રહ્યા નથી.  જનજીવન પાટા પર છે. હિમાચલપ્રદેશમાં પણ જોરદાર હિમવર્ષા જારી છે.  દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોની હાલત આજે ફરી એકવાર કફોડી બની ગઇ છે. ધુમ્મસના કારણે દિલ્હીથી દોડનાર અનેક  ટ્રેનો લેટ ચાલી રહી છે. જ્યારે ચાર ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. દક્ષિણ કાશ્મીરના કાજીગુન્દ ખાતે પારો માઇનસ ૪.૨ ડિગ્રી રહ્યુ હતુ. ગુલમર્ગ ખાતે પારો માઇનસ ૬.૪ ડિગ્રી રહ્યો હતો. દેશના અન્ય ભાગોમાં પણ હાલમાં કાતિલ ઠંડી પ્રવર્તી રહી છે.  પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસમાં છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસમાં છે.  કારગીલમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાન રહ્યુ છે.

હિમાચલપ્રદેશમાં પણ એવી જ સ્થિતી થયેલી છે. હિમવર્ષા અને વરસાદના કારણે પારો માઇનસમાં પહોંચી ગયો છે. કેલોગ, કાલ્પા અને મનાલીમાં તાપમાન માઇનસમાં છે.  કેલોગ અને ભારમોરમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. મોટી સંખ્યામાં ટ્રેન રદ કરવામાં આવી છે.  હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે  લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. જો કે હવે રાજમાર્ગને ખોલી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે.   ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે.રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

Previous articleદિલ્હીની બેઠકમાં લેવાયો નિર્ણય, રિસાયેલા અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી સોંપાશે
Next article૪ ફેબ્રુ.થી દેશમાં દોડશે વંદે માતરમ એક્સપ્રેસ, હશે દેશની સૌથી ઝડપી ટ્રેન