અમેરિકા : એડમિશન કૌભાંડમાં ૧૨૯ ભારતીય વિદ્યાર્થીની ધરપકડ

580

અમેરિકામાં એડિ્‌મશન કૌભાંડમાં ૧૩૦ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી ૧૨૯ ભારતીય છે. અમેરિકામાં માન્ય દસ્તાવેજ વગર રહેતા લોકોને પકડવા માટે ગૃહ વિભાગે એક ફેક યૂનિવર્સિટી બનાવી હતી. દાવો છે કે, અટકાયત દરમિયાન ઘણાં વિદ્યાર્થીઓમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવવામાં આવી છે. તેમને સીમાની બહાર જવા પર રોક લગાવાઈ છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું કે બે નંબર ૨૦૨-૩૨૨-૧૧૯૦ અને ૨૦૨-૩૪૦-૨૫૯૦ ચોવીસ કલાક સેવામાં રહેશે. પકડાયેલા વિદ્યાર્થીઓના મિત્રો-પરિજન દૂતાવાસથી [email protected] પર સંપર્ક કરી શકશે. ઈ ફ્રોડ મામલે વિદ્યાર્થીઓની મદદ માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે.

Previous articleઋષિકુમાર શુકલા : CBIના નવા ડિરેક્ટર
Next articleમંગળના મેષ પરિભ્રમણનું રાશિવાર ફળદર્શન