રચના ફાઉન્ડેશન પાલિતાણા દ્વારા કામગીરીના અહેવાલનું વિમોચન

597

દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા રચના ફાઉન્ડેશન પાલિતાણાના વર્ષ દરમ્યાન કરેલ કામગીરીના અહેવાલનું વિમોચન અને દિવ્યાંગો માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક આઈડી કાર્ડનું વિમોચન અને દિવ્યાંગો માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક આઈડી કાર્ડનું વિમોચન અને વિતરણ કરવામાં આવેલ. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગો માટેની યોજનાઓની જાણકારી આપવામાં આવેલ તેમજ દિવ્યાંગ લ ાભાર્થીઓને સમયસર સહાય મળે તે માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી, પાલીતાણા મામલતદાર વસાવા, ગુજરાત નગરપાલિકા પરિષદના મંત્રી પ્રવિણભાઈ ગઢવી, પાલિતાણા નગરપાલિકાના ચેરમેન ઓમદેવસિંહ સરવૈયા, પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કીરીટભાઈ લકુમ, ભરતભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, મનોજભાઈ દેસાઈ, પ્રતાપભાઈ મકવાણા, જયંતિભાઈ બારડ, હેમાબેન કડેલ આ પ્રસંગે હાજર રહેલ હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બળવંતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ/બહેનો હાજર રહેલ હતાં. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ એસ. સોલંકી તથા ટ્રસ્ટીગણ સાથે રાખીને સુંદર રીતે કાર્યક્રમ પુર્ણ કરેલ હતોં.

Previous articleદર્દીઓને પ્રોટીન યુક્ત ખોરાકનું વિતરણ
Next articleબોટાદ શહેર સીસીટીવી કેમેરાથી સજજ થશે : ૧૦૮ કેમેરા લગાવાશે