બોટાદ શહેર સીસીટીવી કેમેરાથી સજજ થશે : ૧૦૮ કેમેરા લગાવાશે

750

ભારત દેશ  ડીઝીટલ યુગ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે બોટાદ શહેર પણ ડીઝીટલ બની રહી હોય તેવું લાગી રહ્યું છે .રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અતર્ગત ગુજરાતના તમમાં જિલામાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે .ત્યારે બોટાદ શહેરમાં સાસ ગુજ પ્રોજેક્ટ અતર્ગત શહેરમાં ૧૦૮ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશ. ત્યારે બોટાદ શહેરમાં મુખ્ય માર્ગો, શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ  મુખ્ય  વિસ્તારો,બજારો   અને મુખ્ય સર્કલો પાસે હાલ સીસીટીવી કેમેરા લગાડવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે . જેમાં પ્રથમ ફેઝ માં ૮૦ કેમેરા લગાડવામાં આવશે અને બાકીના ફેઝ ૨ માં ૨૮ કેમેરા લાગશે. બોટાદ શહેરમાં સીસીટીવી કેમેરા લાગવાથી જાહેરમાં બનતી ગુનાહિત પ્રવુંતીઓ, ટ્રાફિક ની સમસ્યા, લુટ અને ચોરી જેવા આરોપીઓને પકડવામાં આ સીસીટીવી કેમેરા મુખ્ય રોલ બજવશે. આ કેમેરા વાઈ ફાઈ થી સજ્જ  અને નાઈટ વિઝન કેમેરા છે  તેમજ જે પીટીઝી કેમેરા છે તે કેમેરા ૩૬૦ ડીગ્રી મુમેન્ટ વાળા કેમેરા છે  અને તેનું સીધું મોનીટરીંગ ખસ રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ના કન્ટ્રોલ રૂમ માં થઈ રહું છે . અને કન્ટ્રોલ રૂમ માં અલગ અલગ ત્રણ પાળીમાં ૩૬ જેટલા પોલીસ કર્મચારીઓ આ સીસીટીવી કેમેરા પર નજર રાખશે. કન્ટ્રોલ રૂમ માં આધુનિક પ્રકારની કોમ્યુટર સીસ્ટમ મુકવામાં આવી છે અને એસી થી કન્ટ્રોલ રૂમ માં સજ્જ હશે . તેમજ બધા સીસીટીવી કેમેરા લાગી જશે ત્યાર બાદ શહેરમાં ઈ ચલણ પ્રકિયા શરુ કરવામાં આવશે. આગામી દિવસોમાં નગરપાલિકા જ્યાં  ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવશે અને ત્યાં  જે ટ્રાફિક ના નિયમોનું ભગ કરે તેને ઈ ચલણ અતર્ગત મેમો આપવામાં આવશે .હાલ બોટાદ એસપી હર્ષદ મહેતા ના સીધા માર્ગદર્શન હેઠળ તમામ સીસીટીવી કેમેરા લાગી રહ્યા છે અને એસપી ખુદ તમામ કેમેરા ની માહિતી મળેવી રહ્યા છે .અને કન્ટ્રોલ રૂમ ની મુલાકાત પણ લઈ રહ્યા છે.

Previous articleરચના ફાઉન્ડેશન પાલિતાણા દ્વારા કામગીરીના અહેવાલનું વિમોચન
Next articleનદીઓમાં પાણી વહેતુ હોવા છતા રાણપુર પીવાના પાણી માટે તરસ્યુ