તા.૦૪-૦૨-ર૦૧૯ થી ૧૦-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1489

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ ગુરૂ ગ્રહનો બંધનયોગ યથાવત અશુભફળ આપે છે. પરંતુ સપ્તાહની શરૂઆતથી રાશીપતી મંગળગ્રહનો બંધનયોગ પુર્ણ થાય છે. અને દોઢ માસ માટે આપના જન્મના ચંદ્ર ઉપર પસાર થાય છે. તેથી સાહસવૃત્તિથી કપરા કાર્યો પણ સરળ બનશે. ચંદ્ર ઉપર પસાર થાય છે. તેથી સાહસવૃત્તિની કપરા કાર્યો પણ સરળ બનશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી  સહકાર મળશે. યાત્રા પ્રવાસઅ ને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળીશ કે છે.અ ાપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને સપ્તાહની શરૂઆતથી દોઢ માસ માટે મંગળગ્રહનો બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેથી દરેક કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. આવેશ અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી બનશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળીશ કે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય બુધ અને કેતુ ગ્રહનો અશુભ બંધનયોગ અને નિર્બળ ગુરૂ ગ્રહનું ભ્રમણ અશુભફળ આપી શકે છે. તેમ છતાં સપ્તાહની શરૂઆતમાં લાભ સ્થાનમાં મંગળગ્રહનું ભ્રમણ યેનકેન પ્રકારે કાર્ય સફળતા આપશે, માત્ર સંતોષી બનવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સીક્કાનીબ ાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટઠે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ અને સુર્ય બુધ કેતુ ગ્રહની દ્રષ્ટિ કાલ્પનિક ભય અને નિર્બળ વિચારો આપે છે. તેથી આત્મ વિશવાસમાં વૃધધી અને કાર્યોમાં એકાગ્રતા કેળવવી જરૂરી છે. મંગળગ્રહનું ભ્રમણ કર્મસ્થાનમાં કાર્ય સફળતા આપી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે સોમવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો નસીબ કર્તા કર્મ પ્રધાન બનાવવાનું સુચવે છે. કારણ કે વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. સપ્તાહની શરૂઆત શુભ રહેશે. કારણ કે મંગળગ્રહનો બંધનયોગ પુર્ણ થાય છે. માત્ર મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્નું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન  લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે, યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને આયુષ્ય સ્થાનમાં મંગળગ્રહનો અશુભ બંધનયોગ વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. મહત્વના કાર્યો સ્વહસ્તે જ  પુર્ણ કરવા જરૂરી છે. ઉતાવળા સાહસ ન કરવાં મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળીશ કે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી જન્મના ચંદ્રથી રોગશત્રું સ્થાનમાં સ્વગ્રહી મંગળ સ્થાન બળ પામે છે. તેથી ગમે તેવા રોગ શત્રું સામે વિજય મળી શકે છે, કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો, માત્ર વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  આર્થિક રીતે શુભ ફળ મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યન અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના અંતીમ તબક્કામાં શુભ અશુભ દરેક ગ્રહોનો સહકાર મળશે. રાશીપતી મંગળગ્રહ પણ મેષ રાશીમાં સ્થાન બળ પામે છે. જે શુભ રહેશે. માત્ર ભુતકાળને ભુલીને વર્તમાનનો સ્વીકાર કરવો આવશ્યક રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસઅ ને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ દોઢ માસના મંગળગ્રહના અશુભ બંધનયોગથી મુક્તિ આપે છે. તેથી થોડી રાહત જરૂર મળશે તેમ છતા વધુ પડતી અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મહત્વના કાર્યો હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં નિરાકરણ મળશે.  પત્ની ભાગીદારો અને વડીલો રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી વ્યય સ્થાનમાં રાશી પતી શનિગ્રહનો અશુભ બંધનયોગ અને સપ્તાહની શરૂઆત થી મંગળગ્રહનુ સુખ સ્થાનમાં અશુભ ભ્રમણ આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે ધીરજ ધરવી જરૂરી છે. એકાગ્રતા મેળવવી મુશ્કેલ છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું અડચણો મળશે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદ ન સર્જાય તે જોશો. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે.  આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું  ભ્રમણ લાભ સ્થાનમાં રાશીપતી શનિગ્રહનુ શુભ ભ્રમણ સાથે હેવ મંગળગ્રહ પણ પરાક્રમ સ્થાનમાં ભ્રમણ કરશે જે આર્થિક માનસિક અને શારિરીક ત્રણએય રીતે શુભ ફળ આપે છે. માત્ર વધુ પડતો આત્મવિશ્વાસ અને અભિમાનનો ત્યાગ કરવો જરૂરી છે.મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. માર્ચ મહિનાથી સંતાિોના પ્રશ્નો અને સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રુવાસ અને ધાર્મિક કાર્યૌોથી આનંદ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતથી ધન સ્થાનમાં મંગળ ગ્રહનું ભ્રમણ મિશ્રફળદાયી રહેશે. વાણીવર્તન અને વ્યવહાર મા નમ્રતા કેળવશો તો નસીબ કર્મ અને લાભસ્થાનની પ્રબળતા દરેક કાર્યોમાં સફળતા આપે છે. વિદેશથી શુભ સમાચાર મળશે.  મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં યોગ્ય નિરાકરણ મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમય મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે

Previous articleસિમાંચલ એક્સ. પાટા પરથી ઉતરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે