જય ગણેશ સેવા ટ્રસ્ટની ટીમનું મેયર દ્વારા સન્માન

569

ભાજપા યુવા મોર્ચા દ્વારા આયોજીત નેશનલ યુથ યુવા આઈકોન શિવશક્તિ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃતતિ કરદા બદલ જય ગણેશ સેવા ટ્રસ્ટના પ્રમુખ ડો. મહેશભાઈ લાધવા તથા સમગ્ર ટીમને યુથ આઈકોન તરીકે મેયર મનભા મોરીના હસ્તે સન્માનીત કરવામાં આવેલ. કાર્યક્રમમાં મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ, મહામંત્રી મહેશભાઈ રાવલ, પ્રમુખ સનતભાઈ મોદી, પ્રભારી હારિતસિંહ ડોડીયા, યુવા પ્રમુખ કુલદિપસિંહ ચુડાસમા, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રભાતભાઈ પંડયા, મહામંત્રી ભદ્રેશભાઈ રમણા, ડો. સંજય બારૈયા, રમેશભાઈ વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.