રાજુલામાં વિવિધ પ્રશ્નો ઉકેલવા રજુઆત થઈ

547

રાજુલામાં વિવિધ પ્રશ્નો ઉકેલવા પ્રજામાં માંગણી ઉઠવા પામી છે ૩ અતિ મહત્વના પ્રશ્નો ઉકેલવા જરૂરી બન્યા છે આ બાબતે યુવા ભાજપ દ્વારા સરકારમાં રજુઆત કરાઈ છે. રાજુલાના અતિ મહત્વના ત્રણ પ્રશ્નો જેમાં રાજુલામાં આવેલી તાલુકા પંચાયત અતિ જર્જરિત છે આથી અરજદારો સ્ટાફને ભારે હાલાકી પડી રહી છે. ચોમાસામાં પાણી પમ પડતુ હોય આથી આ કેચરી નવી બનાવવા ૭૦ ગામના અરજદારોમાં માંગણી ઉઠી છે.

તો બીજી તરફ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર દરિયાઈ પટ્ટી અને ધમધમતો વિસ્તાર છે અહી ડીવાયએસપી કચેરીની તાકીદે જરૂર છે ત્યારે આ સુદૃઢ વિસ્તારની સુરક્ષા માટે અહી ડીવાયએસપી કચેરી કાર્યરત કરવા રજુઆત કરવામાં આવી છે.  આ ઉપરાંત રાજુલા ઉના રોડ પર આવેલી હિંડોરણા પુલ તુટી ગયો છે આથી વાહનોને ફરીફરીને જવુ પડે છે સાઈડમાં મોટો ડાયવર્જન કાઢવો જરૂરી છે. ઉપરાંત નેશનલ હાઈવેનો બનતો બ્રીજ તાકીદે પૂર્ણ કરવા માંગ ઉઠી છે. આ ત્રણેય પ્રશ્નો બાબતે યુવા ભાજપના ચિરાગ જોશી સાગર સરવૈયા સહિતનાએ સરકારમાં રજુઆત કરી છે.

Previous articleમહામંડલેશ્વર નિર્મળાબા પાળીયાદ આવતા શોભાયાત્રા
Next articleબોટાદ જિલ્લામાં ૩૦માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી