બોટાદ જિલ્લામાં ૩૦માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

646

બોટાદ ખાતે તા. ૪ થી ફેબ્રુઆરીથી તા. ૧૦ મી ફેબ્રુઆરી સુધી યોજાનાર આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં તા. ૪-૨-૨૦૧૯ના રોજ માર્ગ સલામતી સપ્તાહનો ઉદ્દઘાટન સમારોહ/રેલી, તા. ૫-૨-૨૦૧૯ ના રોજ મોટર ડ્રાઈવીંગ સ્કૂલના ઈન્સ્ટ્રકટર, પોલીસ અને એસ. ટી. ખાતાના ડ્રાઈવરોની દ્રષ્ટી ચકાસણી કેમ્પ, તા. ૬-૨-૨૦૧૯ ના રોજ રોડ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચાલકોને રોડ સેફ્‌ટી અંગેનું માર્ગદર્શન, તા. ૭-૨-૨૦૧૯ ના રોજ કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફટીને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન, તા. ૮-૨-૨૦૧૯ ના રોજ કચેરીમાં આવતા અરજદારો, ડ્રાઈવરોને સલામત ડ્રાઈવીંગ અંગેનું માર્ગદર્શન, તા. ૯-૨-૨૦૧૯ ના રોજ એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા વિનામૂલ્યે રેડીયમ/રીફલેકટર લગાવવાની કામગીરી અને તા. ૧૦-૨-૨૦૧૯ ના રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ યોજાશે. જે કાર્યક્રમ અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી ના પ્રથમ દિવસ નો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજના કાર્યક્રમ માં વહન ચાલકો ને વહન ચલાવતા સમયે કેવા પ્રકારની કાળજી રાખવી તેની વિસૃત માહિતી આપવા બોટાદ જિલા કલેકટર સુજીત કુમાર , બોટાદ જિલા પોલીસ વડા હર્ષદ મહેતા ,એ,આર.ટી.ઓ. અધિકારી ડી.બી.વણકર દ્વારા ખાસ માહિતી આપવામાં આવી.

Previous articleરાજુલામાં વિવિધ પ્રશ્નો ઉકેલવા રજુઆત થઈ
Next articleધર્મના સંસ્કાર માનવને સંસ્કૃતિ અને સંવેદના આપે છે