ચોકડી પ્રા. શાળામાં ટીબી અંગે જનજાગૃતિ

1113

આજરોજ ચોકડી સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય બાબુભાઈ પટેલ, શાળાના શિક્ષકો, બાળકોને ટીબીની નવી શરૂ થયેલી ૯૯ ડોટસ પદ્ધતિથી જાણકારી આપેલ, ટીબી રોગના લક્ષણો જણાવેલ. ટીબી રોગનું નિદાન અને સારવાર ૯૯ ડોટસ પદ્ધતિથી તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફતમાં થાય છે તેની માહિતી બરવાળા એસટીએસ સંજયભાઈ રામદેવ દ્વારા આપવામાં આવેલી. દશરથસિંહ તેમજ વિક્રમસિંહ, નિલમબાગ, ઈદરીશખાન હાજર રહ્યાં હતા.

Previous articleશામળદાસ કોલેજ દ્વારા કાલથી સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરી યોજાશે
Next articleતક્ષશીલા વિદ્યાપીઠ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી