જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે દેશના સીઆરપીએફના આતકંવાદી હુમલામાં શહીદ થયેલ ૪૪ સુપતોને શ્રધ્ધાંજલિ સાથે દિપાંજલી આપવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાવનગરના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મેયર મનભા મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, તેમજ હરૂભાઈ ગોંડલીયા, અમોહભાઈ શાહ સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી તેમના આત્માની શાંતિ માટે દિપ પ્રાગટાવી શહીદો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. અને ઈજાગ્રસ્ત સૈનિકો વહેલી તકે સ્વસ્થતા મેળવે તેવી પ્રાર્થના કરી હતી.
















