ધંધુકા હેલ્થ કચેરી દ્વારા સીઝનલ ફલુ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

590

તાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા અને આયુર્વેદિક શાખા દ્વારા તાલુકા વિસ્તારના વિવિધ ગામોમાં સિઝનલ ફલુ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.  ગામ ખાતે ડો. દિનેશ પટેલ જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર રાજયમાં સિઝનલ ફલુ રોગ સામે રક્ષણ મળે તે માટે અને ગભરાટ દુર થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સિઝનલ ફલુના રોગના લક્ષણોમાં શરદી, ખાસી, ગળામાં દુખાવો, ભારે તાવ, શરીર તુટવુ, અશક્તિ, જેવા લક્ષણો જણાય તો તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી વિનામુલ્યે નિદાન, દવા સારવાર મેળવવી, આકરૂ મેડિકલ ઓફિસર ડો. સિરાજ દેસાઈએ જણાવ્યું કે આર્યુવેદિક ઉકાળા સિઝનલ ફલુ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ ઉપયોગી છે. સિઝનલ ફલથી ગભરાવવાની જરૂર નથી.  સાવચેતી રાખવી જરૂરી છે.

Previous articleજાફરાબાદ કે.પી.મહેતા વિદ્યાલયમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ
Next articleઢસાની RJH હાઈસ્કુલમાં સાત દિવસનો NSS કેમ્પ