ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ

625

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભુમિ ધંધુકા સ્થિત ઐતિહાસિક રેસ્‌૭- હાઉસ ખાતે જમ્મુ-કાશ્મીરમાં પુલનામામાં થયેલ ગોઝાનરા હુમલામાં માતૃભુમિની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપનાર સીઆરપીએફના વીર શહીદ જવાનોને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલિ અર્પણ થઈ.  ઝવેરચંદ મેઘાણીના પૌત્ર  અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ધંધુકા, એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહિલ્‌, રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે, આરએસએસના કિર્તિભાઈ ભટ્ટ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી અને સેક્રેટરી હરદેવસિંહ રાણા, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, સહકારી ક્ષેત્રના આગેવાન મનુભાઈ ચાવડા (સુંદરીયાણા), ભારતીય કિસાન સંઘના હસમુખભાઈ દલવાડી, જૈન અગ્રણી જતીનભાઈ ધીયા (અમદાવાદ)ની વિશેષ ઉપસ્થિતિ રહી.

સહુએ શોક, આઘાત અને ક્રોશની લાગણી વ્યક્ત કરીને, ર-મિનિટ મૌન પાળીને, વીર શહીદ જવાનોને મૌનાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ગીતો કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, છેલ્લી પ્રાર્થનાની પંક્તિઓનું સમુહ-ગાન કરીને સ્વરાંજલિ અર્પણ કરી હતી. ભારત માતાની જય, વંદે માતરમ્‌, વી શહીદ જવાનો અમર રહોનો જયઘોષ પણ કર્યો હતો.

Previous articleઢસાની RJH હાઈસ્કુલમાં સાત દિવસનો NSS કેમ્પ
Next articleબોટાદમાં તમાકુ મુક્તિ શાળા કાર્યક્રમ