ભરતનગરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદ

857

ચાર વર્ષ પુર્વે શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા એક શખ્સે સગીરાને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરી લઈ જઈ સગીરા ઉપર અવાર-નવાર શરીર સંબંધ બાંધી જેના પરિણામે સગીરાને ત્રણેક માસનો ગર્ભ રહી ગયેલ જે તે સમયે આ બનાવની ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં આરોપીઓ સામે ઈ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસ એકટ ર૦૧રની કલમ ૪ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે. જજ અને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ બી.જે. ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઈ આરોપીને જુદી-જુદી કલમ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના મુકેશ ઉર્ફે પિન્ટુ શશીકાંતભાઈ વાકાણી (ઉ.વ.૩૦, રહે. ભરતનગર, હાલ વૃંદાવન સોસાયટી, મકાન નં. ૪ર, અજયવાડી, શાહાવાડી, નારોલ, અમદાવાદ.)નામના શખ્સે ગત તા. રપ-૧૧-ર૦૧૪ના રોજ ભરતનગરની સગીરા (ઉ.વ.૧પ વર્ષ ૭ માસ,)ને લલચાવી ફોસલાવી  લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરા વાલીપણામાંથી અપહરણ કરી સરુત, સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ, વિગેરે સ્થળોએ લઈ જઈ ત્યારબાદ અમદાવાદ નારોલ વિસ્તારમાં મકાન ભાડે રાખી તેણી સગીર હોવાનું જાણવા હોવા છતાં તેણીની મરજી વિરૂધ્ધ ગર્ભ રહી ગયેલ.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે. જજ અને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા ૧૯, લેખીત પુરાવા ૪ર, વિગેરે ધ્યાને લઈ આરોપી મુકેશ ઉર્ફે પીન્ટુ શશીકાંત વાકાણીને કસુવારાર ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ રૂા. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.