બાબરકોટ ગામે ૧૩મો સમુહ લગ્નોત્સવ યોજાયો

736

જાફરાબાદના બાબરકોટ ગામે સર્વો જ્ઞાતિના તેરમો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો તેમાં ૩૬ યુગલોએ લગનનું આયોજન સમસ્ત બાબરકોટ ગામ તેમજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું.

નવ દંપત્તિઓને દાતા તરફથી કરીયાવરનું દાન પણ આપવામાં આવ્યુ હતું. દંપત્તિઓને આર્શિવાદ આપવા માટે નર્મદા સિમેન્ટ બાબરકોટના યુનિટ હેડ હંસરાજ કપુર તેમજ દિલીપ મિસરા ઓઝા મહલોત્રા ભરત ગોખરૂ, સાકરીયા, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની કોવાયા ચીતલે, શ્રીવાસ્તવ, પુનાભાઈ ભીલ, જીલ્લા પં.સદસ્ય હરેશભાઈ મકવાણા તા.પં.સદસ્ય સાદુળભાઈ બારૈયા સરપંચ વિક્રમભાઈ શિયાળ ચંદુભાઈ સરપંચ જીલુભાઈ બારૈયા ભરતભાઈ શિયાળ માયાભાી મકવાણા નનાભાઈ ગોહિલ કરશનભાઈ પરમાર માજી સરપંચ અનકભાી સાંખટ સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમુહ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવા માટે અનકભાઈ સરપંચ પ્રવિણભાઈ ઉપ સરપંચ અરજણભાઈ સાંખટ બાબુભાઈ સાંખટ કાળુભાઈ શિયાળ પુનાભાઈ સાંખટ તેમજ તમામ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleહીરાભાઈ સોલંકીનાં પુત્રનાં લગ્નમાં મુખ્યમંત્રી સહિત નેતાની ઉપસ્થિતી
Next articleભાવનગરનાં ૬૯ સ્કાઉન્ટ-ગાઈડને એનાયત થશે રાજયપાલ એવોર્ડ