એસ.ટી  કર્મી.ઓની હડતાલના પગલે ઢસા ડેપો સુમસામ

825

ગુજરાત એસ.ટી કર્મચારીઓની વિવિધ માગણીઓ નો ઉકેલ નહીં આવતાં બોટાદ સહિત ગુજરાત સૌરાષ્ટ્રભરના જીલ્લા મા એસ.ટી બસનાં પૈડા ગત મધરાત્રથી જ થંભી જતાં દરરોજ એસ.ટી બસમાં અપડાઉન કરતા મુસાફરો વિદ્યાથીઓ એ મુશ્કેલીમાં મુકાયા છે.સાથે ખાનગી વાહનોમાં ના છૂટકે મુસાફરી કરવી પડી હતીં.

ઢસા હાઈવે રોડ આવેલ હોવાથી મુસાફરો નો ભારે ધસારો જોવાં મળેલ ત્યારે ગઢડા ઢસા થી અપડાઉન કરતા વિદ્યાર્થી ઓ અને મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. જેમાં ખાસ કરીને વિદ્યાર્થી ઓને જેમાં અમરેલી ભાવનગર બોટાદ ગઢડા ઢસા આવતાં જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે ગઢડા ડેપો મેનેજર સાથે વાતચીત કરતા એવું જાણવા મળેલ કે ગતરાત્રિના જ તમામ બસો જેતે ડેપો મા સ્ટોપ કરી દેવામાં આવી હતી જેનાં હીસાબે લાંબા રૂટ ની બસોના મુસાફરો ને રાત્રિના ભારે મુશ્કેલીવેઠવી પડી હતી.

Previous articleરંઘોળા અકસ્માતના મૃતકોના પરિવારને ગુજ. સરકારે હજુ સુધી સહાય ચુકવી નથી
Next articleસરદાર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી સામે ભાજપના સુત્રોચ્ચાર