ભારતમાં રમવાના અનુભવથી ઘણો ફાયદો થશેઃ ઉસ્માન ખ્વાજા

656

ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમાંકના બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજાનું માનવું છે કે ભારત સામે મર્યાદિત ઓવરની સીરીઝ દરમિયાન અનુકૂળતા ક્ષમતા મહત્ત્વની સાબિત થશે અને કહ્યું કે તે દેશમાં રમવાની સાથે અગાઉના અનુભવમાંથી શિખવાનો પ્રયત્ન કરશે.

ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસની શરૂઆત રવિવારે વિશાખાપટ્ટનમમાં પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચથી કરશે અને ખ્વાજાનું માનવું છે કે વિકેટ બેટિંગ માટે સારી છે. ખ્વાજા ભારતમાં રાઇઝિંગ પુણે સુપરજોઇન્ટ્‌સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છ મેચ રમી ચુક્યા છે, જે ટીમ હવે ભંગ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, ‘હું તે ટી-૨૦ (વર્લ્ડ કપ) માં રમ્યો હતો અને વિકેટ ખરેખર ખૂબ જ સારી હતી.’ ખ્વાજા આ સમયે હૈદરાબાદમાં છે અને તેઓએ કહ્યું, ‘મારા મુજબ ધર્મશાલાની વિકેટ થોડીક વધારે સ્પિન થઇ હતી, મોહાલી અને બેંગલુરુમાં વિકેટ બોલિંગ માટે ઘણી સારી છે.

વધુમાં ખ્વાજાએ જણાવ્યું હતુ કે ‘તમને અહીં જે પણ સપાટી પર રમવાની તક મળે, તમારે તેનાથી અનુકૂળ થવું પડશે. અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ ભારતમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે તેથી મને લાગે છે કે તેમના અનુભવથી આપણને મદદ મળી શકે છે.

Previous articleશાહિદ કપુર પણ બાયોપિક ફિલ્મમાં ટુંકમાં નજરે પડશે
Next articleપાકિસ્તાન સાથે રમવા અંગેનો નિર્ણય બીસીસીઆઇ કરશેઃ યુઝવેન્દ્ર ચહલ