જાફરાબાદ તાલુકા કડિયાળી ગામે તળપદા કોળી સમાજનો પમો સમુહ લગ્ન સમારોહ યોજાઈ ગયો. જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે આજે તળપદા કોળી સમાજની ર૭ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં. અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં અને અતી પછાત ગણાતા ગામડાઓમાં છેલ્લા દસેક વર્ષથી આ વિસ્તારના પુર્વ ધારાસભ્ય દ્વારા ગામડાઓના લોકોને કુરિવાજો અને દુષણમાંથી દુર અને ખોટા ખર્ચથી બચાવવા માટે દરેક ગામડાઓના આગેવાનો સાથે ચર્ચા કરીને ગામેગામ સમુહ લગ્ન કરવાનો વિચારેલ. જે આજના સમયમાં નાનામાં નાના માણસને ઉપયોગી થઈ રહે અને ખોટા ખર્ચથી બાકાત થાય તેના માટે આ ગામડાઓમા સમુહ લગ્નનું આયોજન થાય છે. જેના જાફરાબાદના બાબરકોટ, ભાકોદર, વારાહસ્વરૂપ, મિતિયાળ, વઢેરા, રોહિંસા, કડિયાળ, જેવા ગામડાઓમાં દર વર્ષે સમુહ લગ્ન થાય છે. જેમાંથી આજરોજ કડિયાળી ગામે પાંચમો સમુહ લગન સમારોહ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયો હતો. જેમાં ગામના આગેવાનો જીલુભાઈ મકવાણા, સરપંચ નાગરભાઈ મકવાણા, માજી સરપંચ બાબુભાઈ મકવાણા, માજી સરપંચ ભગવાનભાઈ સોલંકી, માજી નારણભાઈ મકવાણા, સવજીભાઈ મકવાણા, છગનભાઈ મકવાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા ભાવેશભાઈ સોલંકી દ્વારા આ સમુહ લગ્નની સારી કામગીરીને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં. જયારે ચેતનભાઈ શિયાળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લગ્નમાં ખાસ મને એક જોવા મળ્યું કે આ સમયમાં જે ડી.જે.ના તાલથી લગ્ન યોજાય છે. તેની જગ્યાએ કડિયાળી ગામમાં ડિ.જે.સ્ંપુર્ણપણે આ ગામની અંદર બે દિવસ સુધી સંપુર્ણપણે ગામ ધુવાડા બંધનું આયોજન થાય છે. અને દરેકને બે દિવસ સુધી સમુહ લગ્ન સમિતિ તરફથી ભોજન અપાય છે.
















