સુપર ૩૦ ફિલ્મને લઇ મૃણાલ ખુબ આશાવાદી

446

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે સુપર ૩૦ ફિલ્મ મળી જતા મૃણાલ ઠાકુર ભારે  ખુશ દેખાઇ રહી છે.  આ ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ રજૂ કરાયા બાદ મૃણાલની બોલબાલા વધી શકે છે. લવ સોનિયામાં ગામ કર્યા બાદ તેની પાસે હવે કેટલીક ફિલ્મો આવી રહી છે. તે જહોન અબ્રાહમની સાથે બાટલા હાઉસ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેની પાસે હવે વધુને વધુ ઓફર આવી રહી છે. પોતાની કેરિયરની પ્રથમ  જ ફિલ્મ રિતિક રોશન સાથે મળી જતા મૃણાલ ભારે ખુશ છે. તે રિતિક રોશનથી પહેલા જ પ્રભાવિત રહી છે. આવનાર ફિલ્મ સુપર૩૦ને લઇને બોલિવુડમાં જ નહીં બલ્કે ચાહકોમાં પણ ચર્ચા છે. રિતિક રોશન આ ફિલ્મમાં જોરદાર અને નવા અંદાજમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે કઇ અભિનેત્રી કામ કરી રહી છે તેને લઇને કેટલાક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી. હવે ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મમાં રિતિક રોશનની સાથે ટીવી સ્ટાર મૃણાલ ઠાકુર નજરે પડનાર છે. તેને મોટી ફિલ્મ હાથ લાગતા લોટરી લાગી ગઇ છે. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે કરાયુ હતુ.

ફિલ્મના પ્રથમ લુકને જારી કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા છે. તેની પ્રશંસા પણ થઇ રહી છે. જેને સોશિયલ મિડિયામાં ખુબ પસંદ કરવામાં આવે છે. ફોટો વાયરલ થયા બાદ ફિલ્મમાં અભિનેત્રી કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ફિલ્મમાં રિતિક રોશનની પ્રેમિકા તરીકે તે કામ કરી રહી છે. નિર્દેશક વિકાસ બહલની ફિલ્મમાં સુનિલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી પણ કામ કરી રહ્યા છે. રિતિક રોશન બોલિવુડમાં તમામ લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. ફિલ્મનુ શુટિંગ હવે  પુર્ણાહુતિના આરે પહોંચી ગયુ છે.