ભાવનગરમાં રવિવારે ૩૮મી સિનિયર ગુજરાત બોડી બિલ્ડીંગ, ફિટનેશ ચેમ્પિયનશીપ યોજાશે

703

ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડર્સ એેસોસિએશન ત્રીજી માર્ચ ર૦૧૯ના રોજ નિલમબાગ પેલેસ,  ભાવનગર ખાતે ૩૮મી સિનિયર ગુજરાત રાજય બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશિપનું આયોજન કરેલ છે.

પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતમાંથી ૧પ૦થી વધુ પુરૂષ અને મહિલા એથ્લેટ ભાગ લેશે. આ સ્પર્ધામાં રાષ્ટ્રીય બોડિ બિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ગુજરાતની ટિમની પસંદગી કરવામાં આવશે. ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્પર્ધાને સ્પન્સર કરી રહી છે. નિલમબાગ પેલેસ આ સ્પર્ધાના હોસ્પિટાલિટી પાર્ટનર છે. અને ચેમ્પિયનશિપનું સ્થળ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીના સૌજન્ય્થી એસોસિએશનને આપવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ૪ કેટેગરી રાખવામાં આવેલ છે. ૧. પુરૂષ બોડી બિલ્ડિંગ ર. પુરૂષ ફિઝિક ૩. પુરૂષ કલાસિક બોડી બિલ્ડિંગ અને ૪. મહિલા ફિઝિક સ્પર્ધા વજન અને ઉંચાઈના ૧૪ અલગ-અલગ ગ્રુપમાં રમાશે. પહેલા, બીજા અને ત્રીજા ક્રમના વિજેતાને રોકડ ઈનામ, મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ અપાશે. અને ચોથા અને પાંચમાં કર્મના વિજેતાને સર્ટિફિકેટ અપાશે. પુરૂષોના કેટેગરીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પયન ઘોષિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં રાષ્ટ્ર વિખ્યાત ખિલાડીઓ ભાગ લેશે અને ગેસ્ટ પોસિંગ કરશે.

Previous articleરાજુલા કસ્તુરબા વિદ્યાલયની બાળકીઓ કરાટેમાં ચમકી
Next articleNMMSની પરીક્ષામાં મેઢા પ્રા.શાળાના બાળકોની સિદ્ધિ