લાંચ લેતા ઝડપાયેલા વલભીપુર ન.પા.ના ઈજનેર બે દિના રિમાન્ડ પર

1169

શહેરના કાળીયાબીડ હીમાલીયા મીલ સામેથી ગઈકાલે રૂા. ૬પ હજારની લાંચ લેતા ઝડપાયેલા વલભીપુર નગરપાલીકાના કરાર આધારિત એન્જીનયરને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

વલભીપુર ખાતે બિલ્ડર દ્વારા બનાવાઈ રહેલા પ૦ બંગલાના કમ્પલીશન માટે વલભીપુર નગરપાલીકાના કરાર આધારિત એન્જીનીયર હાર્દિક મનજીભાઈ પટેલ રૂા. ૬પ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયેલ જેને એસીબી દ્વારા વધુ પુછપરછ માટે આજે પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવેલ. ત્યારે કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

Previous articleસિહોરના આર્મી યુવકનું ભવ્ય સ્વાગત
Next articleભાવ.જિ.પં.નું પુરાતલક્ષી બજેટ મંજુર