જાફરાબાદ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી

703

જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ. પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે શાળાના ધોરણ ૬ થી ૮ના બાળકોએ આચાર્યા ચાંદનીબેન કોટેચા તથા વિજ્ઞાન વિક્ષયના શિક્ષિકા બહેનો માર્ગદર્શન હેઠળ ચાર્ટસ, મોડેલ બનાવેલ તથા વિવિધ પ્રયોગો કરેલ તથા ધોરણ ૬ થી ૮ના વિષય વસ્તુન આવરી લેતી એક વિજ્ઞાન વિષયક ક્વિઝ યોજવામાં આવી હતી. જેમાં વૈજ્ઞાનિકોના નામ પરથી કુલ પ ટીમ પાડવામાં આવી હતી. આર્યભટ્ટ, સુનિતા વિલિયમ, કલ્પના ચાવલા, હોમીભાભા, સી.વી.રામન, ધોરણ ૬ થી ૮ના મેઘાવી વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ ક્વિઝમાં નિયામક ઠાકોરદાસ  રામાનંદી, અશોકભાઈ પ્રજાપતિ, કૃષ્ણપ્રસાદ જાની, વાલી રમેશભાઈ કેશુર તથા આચાર્યા ચાંદીનેબન કોટેચા તથા તાલુકા કક્ષાએ નાગેશ્રી મુકામે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં કોમલબેન અને દિપિકાબેનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ કૃતિની વિસ્તૃત માહિતી વિદ્યાર્થીની વર્ષાબેન કેશુરે આપી હતી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

Previous articleતળાજાના કામરોળ ગામે વાડીના ઝુપડામાં આગ : સામાન ભસ્મીભુત
Next articleતાલુકા હેલ્થ ઓફિસ ધંધુકા અને ધોલેરા દ્વારા આશા સંમેલન વર્કશોપ