ડેકોરેશન માટે લગાડેલી ઈલે. લાઈટ ચોરતો હેન્ડલ ઝડપાયો

1030

લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ રાઉન્ડમાં હતી. તેદરમ્યાન કુંભારવાડ જમપુરી સ્મશાન પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે એક સફેદ કલરનું એકટીવા રજી.નંબર જીજે ૦૧- પીએ -૩૧૫૪ ઉપર એક ઇસમ શંકાસ્પદ વસ્તુ લઇને વેચવા માટે જવાનો છે. જેથી  લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વોચમાં રહેતા ઉપરોકત નંબરનું એકટીવા નિકળતા તુરતજ તેને સાથેના સ્ટાફના માણસો એ રોકી નામ/સરનામું પુછતા ફિરોજ ઉર્ફે હેન્ડલ અબ્દુલભાઇ કુરેશી ઉવ.૪૫ રહે. ભાવનગર સિંહા કોલોની મીલની ચાલી શકિત પાન વાળો ખાંચો વાળો હોવાનું જણાવે છે. મજકુર પાસેના એકટીવા મો.સા.ની વચ્ચેના ભાગે કાળા કલરની પાર લાઇટ નંગ-૫  મળી આવેલ . જે બાબતે મજકુરની પુછપરછ કરતા ફર્યુ ફર્યુ બોલેતો અને કોઇ સંતોષ થાય તેવો જવાબ આપતો નહી  તેના અઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમે સદરહું ઇલે.લાઇટ છળ કપટથી અગર ચોરી કરેલ હોવાનું જણાતુ હતું સદરહું ઇલે.લાઇટ નંગ-૧ ની કિ.રૂ ૨૦૦૦/- લેખે પાંચની કિ.રૂ ૧૦,૦૦૦/- ગણી સદરહું ઇલે. લાઇટ શકપડતી મિલ્કત ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમ પાસેનું એકટીવાની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તપાસના કામે કબ્જે કરેલ અને મજકુર ઇસમને  સી.આર.પી.સી. ૪૧(૧)ડી. મુજબ ઘોરણસર અટકાયત કરેલ મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા સદરહું ઇલે.લાઇટ આજથી અંદાજે આઠ/દિવસ પહેલા મોતી તળાવ સ્મશાન પાસેથી લગ્ન પ્રસંગ ઉપરથી ચોરી કરેલાનું જણાવેલ છે.જે બાબતે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ખરાય કરતા ગુન્હો રજી.થયેલ હોવાનું જણાય આવતા કાયદેસર કાર્યવાહી કરી બોર તળાવ પોલીસ સ્ટેશન સોપી આપેલ.

Previous articleતળાજામાં વિજય સંકલ્પ બાઈક રેલી
Next articleતળાજાના શેત્રુંજી પુલ નજીક અકસ્માતમાં બાખલકાના પુર્વ સરપંચનું મોત નિપજયું